ભારતીયો વીઝા વગર પણ મલેશિયામાં પ્રવેશી શકશે
- પ્રવાસનને પ્રોત્સાહન આપવા નિર્ણય
- થાઇલેન્ડે પણ 10 નવેમ્બરથી 10 મે 24 સુધી 30 દિવસ વીઝી ફ્રી એન્ટ્રી આપી છે
નવીદિલ્હી : ભારતીય નાગરિકો વીઝા વગર મલેશિયામા ૩૦ દિવસ રહી શકશે મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ભારતની સાથે ચીનના નાગરિકો પણ મલેશિયામા ૩૦ દિવસ વગર વીઝાએ રહી શકે છે.
૩૦ દિવસના વીઝા ફ્રી પ્રવેશ ૧ ડિસેમ્બરથી શરૂ થશે. મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે રવિવારે મોડી રાત્રે પોતાની પીપલ્સ જસ્ટીસ પાર્ટી કોંગ્રેસમા એક ભાષણ દરમિયાન આ જાહેરાત કરી હતી. જોકે તેમણે સ્પષ્ટતા કરી નથી કે આ વીઝા ફ્રી પ્રવેશ કેટલા સમય માટે લાગુ રહેશે.
કોરોનાના સમય બાદ મલેશિયામા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે મલેશિયાએ વીઝા ફ્રીનું પગલુ એટલે ઉઠાવ્યું છે કે દેશમા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય. કોરોના બાદ ભારત અને ચીનમાંથી મલેશિયા જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે ભારત અને ચીન મલેશિયા માટે ટોચના બજારમાંથી એક છે. ચીન મલેશિયા માટે ચોથા નંબરનું બજાર છે ત્યારે ભારત પાંચમા ક્રમનું મોટુ બજાર છે વર્ષ ૨૦૧૯મા ચીનથી ૧૫ લાખ જ્યારે ભારતમાંથી ત્રણ લાખ પંચાવન હજાર પ્રવાસીઓએ મલેશિયાનો પ્રવાસ કર્યો હતો. સરકારી આંકડા મુજબ મલેશિયામા આ વર્ષે જાન્યુઆરીથી જુનની વચ્ચે ૯૦ લાખ ૧૬ હજાર પ્રવાસીઓ આવ્યાં છે જેમા ચીનના ચાર લાખ ૯૯ હજાર જ્યારે ભારતના ત્રણ લાખ ૫૫ હજાર પ્રવાસીઓનો સમાવેશ થાય છે.
મલેશિયા પહેલા તેના પાડોશી દેશ થાઇલેન્ડે દેશમાં પ્રવાસનને ઉત્તેજન આપવા માટે આવું જ પગલુ ભર્યુ હતું થાઇલેન્ડની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મોટુ યોગદાન છે પરંતું કોરોનાના કારણે પ્રવાસન ક્ષેત્રનો આંક ઘટી ગયો હતો. પ્રવાસન વિભાગને પુન:જીવીત કરવા માટે થાઇલેન્ડે ભારત, ચીન સહિત કેટલાક દેશોના નાગરિકો માટે વીઝા ફ્રી એન્ટ્રી શરૂ કરી છે.
થાઇલેન્ડે નવેમ્બરની શરૂઆતમા વીઝા ફ્રી પ્રવેશની જાહેરાત કરી હતી તેઓએ ભારતીયો માટે ૧૦ નવેમ્બર ૨૦૨૩ થી લઇને ૧૦ મે ૨૦૨૪ સુધી ૩૦ દિવસ માટે વીઝા ફ્રીની મંજૂરી આપી છે.