અમેરિકા ભારતીયો પર મહેરબાન, દરરોજ હજારો લોકોને નોન ઈમિગ્રેશન વિઝા, 3 લાખથી વધુને સ્ટુડન્ટ વિઝા
Indian Students in US: અમેરિકાએ સતત બીજા વર્ષે ભારતીયોને દસ લાખથી વધુ નોન ઈમિગ્રેશન વિઝા આપ્યા છે. જેમાં રેકોર્ડ સંખ્યામાં વિઝિટર વિઝા સામેલ છે. દેશમાં અમેરિકી મિશનના એક રિલિઝ અનુસાર, ભારત, 2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોકલનાર ટોચનો દેશ બન્યો છે. શૈક્ષણિક વર્ષ 2008-09 બાદ પ્રથમ વખત સૌથી વધુ 3.31 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જેમાં ભારતીયોનું યોગદાન સૌથી વધુ છે. ઈન્ટરનેશનલ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સમાં ભારતીયોની સંખ્યા 19 ટકા વધી 20 લાખ થઈ છે.
અમેરિકાની મુલાકાતમાં 26 ટકા વૃદ્ધિ
આ રિપોર્ટ ભારતીયોની પ્રવાસન, વ્યવસાય અને શિક્ષણ માટે અમેરિકાની મુલાકાત લેવાની મજબૂત માંગને રેખાંકિત કરે છે, છેલ્લા ચાર વર્ષમાં ભારતમાંથી આવતા લોકોની સંખ્યામાં પાંચ ગણો વધારો થયો છે, અને 2024 પહેલાં 20 લાખથી વધુ ભારતીયોએ પ્રવાસ કર્યો હતો. છેલ્લા અગિયાર મહિનામાં 2023ના સમાન સમયગાળાની તુલનામાં 26 ટકાનો વધારો થયો છે.
50 લાખથી વધુ ભારતીયો પાસે નોન-ઈમિગ્રેશન વિઝા
ભારતમાં યુએસ એમ્બેસી દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 50 લાખથી વધુ ભારતીયો પાસે પહેલાથી જ યુએસ જવા માટે નોન-ઇમિગ્રેશન વિઝા છે અને મિશન દરરોજ હજારો વધુ વિઝા જારી કરી રહ્યું છે.
આ પણ વાંચોઃ ડોલર સામે રૂપિયો કડડભૂસ, આજે વધુ 85.73નું રેકોર્ડ તળિયું નોંધાવ્યું, જાણો કોને થશે અસર?
H-1B વિઝા
સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ આ વર્ષે યુનાઇટેડ સ્ટેટ્સમાં H-1B વિઝા રિન્યૂઅલ માટે પાઇલટ પ્રોગ્રામ સફળતાપૂર્વક અમલમાં મૂક્યો હતો, જેનાથી ઘણા ભારતીય પ્રોફેશનલ્સને ફાયદો થયો હતો. જેઓ દેશ છોડ્યા વિના તેમના વિઝા રિન્યૂ કરાવી શક્યા છે. હજારો લોકો માટે પ્રક્રિયાને સરળ બનાવવાના પાયલોટ પ્રોજેક્ટની સફળતાને પગલે, 2025માં આ ડોમેસ્ટિક રિન્યુઅલ પ્રોગ્રામને ઔપચારિક રીતે સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખે છે.
ઇમિગ્રેશન વિઝા પ્રક્રિયાની અસર
ભારતમાં યુએસ મિશન ઘણા ઇમિગ્રેશન વિઝા નિયમોમાં સુધારો કરી રહી છે. જે કાયદેસર કૌટુંબિક પુનઃમિલન અને વ્યાવસાયિક સ્થળાંતરને મંજૂરી આપે છે. ઓન અરાઈવલ વિઝા, ગ્રીન કાર્ડ સહિતના વિઝાને પણ વેગ આપે છે.
ઈન્ટરવ્યૂ વિના વિઝા અરજીમાં વધારો
ઇન્ટરવ્યુ વિના પાત્ર નોન-ઇમિગ્રેશન વિઝા અરજીઓની પ્રક્રિયામાં નોંધપાત્ર વધારો થયો હતો, જેનાથી ભારતીયો માટે વિઝા રિન્યુઅલ સરળ બન્યા છે. ઓપરેશનલ સુધારાઓ અને વૈશ્વિક સંસાધનોના ઉપયોગ દ્વારા, મિશને પર્સનલ ઇન્ટરવ્યુ માટે તેની ક્ષમતામાં વધારો કર્યો છે. એક્સચેન્જ વિઝિટર સ્કિલ્સ લિસ્ટમાંથી ભારતને દૂર કરવાથી ઘણા એક્સચેન્જ વિઝિટર માટે બે વર્ષની હોમ રેસિડન્સની જરૂરિયાત દૂર થઈ છે, જે કારકિર્દીની પ્રગતિ અને શિક્ષણ માટે વધુ સારી તકો પૂરી પાડે છે. આ ફેરફાર ભારતીય J-1 નોન-ઇમિગ્રેશન વિઝા ધારકોને વધુ સુગમતા પ્રદાન કરે છે.