રશિયન પ્રમુખ વડાપ્રધાન મોદીથી અત્યંત નારાજ, દુશ્મન દેશને મદદ કર્યાનો ભારત પર આરોપ
Indian ammunition To Ukraine: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનની મુલાકાત લીધા બાદ ભારત યુક્રેન તરફ નરમ વલણ દર્શાવી રહ્યું હોવાનો અને ભારતીય શસ્ત્ર ઉત્પાદકો યુરોપને જે હથિયારો વેચી રહ્યા છે, તે આડકતરી રીતે યુક્રેનને મળી રહ્યા હોવાના દાવા સાથે ભારતનો મિત્ર દેશ રશિયા અત્યંત નારાજ થયુ હોવાના અહેવાલો મળ્યા છે.
એક વર્ષથી શસ્ત્રો મોકલાઈ રહ્યા હોવાનો આરોપ
ઉલ્લેખનીય છે, આ અહેવાલો મળ્યા હોવા છતાં ભારતે આ પ્રકારનો વેપાર અટકાવવા કોઈ પગલાં ન લેતાં રશિયાના પ્રમુખ પુતિન વડાપ્રધાન મોદી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય અને યુરોપીયન સરકાર અને સંરક્ષણ ઉદ્યોગના અધિકારીઓ સાથેની વાતચીતના આધારે તૈયાર કરેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, રશિયા સામે યુક્રેનની સંરક્ષણ પ્રણાલીને ટેકો આપવા માટે છેલ્લા એક વર્ષથી ભારતમાંથી શસ્ત્ર સરંજામ મોકલવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ! CJIએ કરવી પડી દખલ, જાણો મામલો
વિદેશ મંત્રાલયે તમામ આરોપો ફગાવ્યા
ત્રણ ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાએ ઓછામાં ઓછા બે વખત આ મુદ્દો ઉઠાવ્યો હતો. જુલાઈમાં, રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે આ મુદ્દો વિદેશ મંત્રી એસ. જયશંકર સમક્ષ આ મુદ્દે વાત કરી હતી. બીજી તરફ વિદેશ મંત્રાલયે યુક્રેનમાં હથિયારો પહોંચવા અંગેના તમામ અહેવાલોને ફગાવી દેતાં નિવેદન આપ્યું હતું કે, ભારતે ન તો યુક્રેનને તોપના ગોળા મોકલ્યા છે કે ન તો વેચ્યા છે.
ઉલ્લેખનીય છે, યુક્રેન દ્વારા ઉપયોગમાં લેવાતા દારૂગોળાનું અત્યંત નજીવુ ઉત્પાદન ભારત દ્વારા કરવામાં આવ્યું છે. એક અધિકારીનો અંદાજ છે કે ફેબ્રુઆરી 2022માં રશિયા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી યુક્રેન દ્વારા આયાત કરાયેલા તમામ શસ્ત્રોના ઉત્પાદન 1% કરતાં પણ ઓછા છે. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે આ શસ્ત્રો યુરોપિયન દેશોએ યુક્રેનને દાનમાં આપ્યો છે કે વેચ્યો છે.
કયો દેશ યુક્રેનને ભારતના શસ્ત્રો મોકલી રહ્યો છે?
એક સ્પેનિશ અને વરિષ્ઠ ભારતીય અધિકારી તેમજ યંત્ર ઈન્ડિયાના ભૂતપૂર્વ ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં ભારતીય શસ્ત્રો મોકલનારા યુરોપિયન દેશોમાં ઇટાલી અને ચેક રિપબ્લિકનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયનના આ બે મોટા સભ્ય દેશો છે જે યુક્રેનને મોટા પ્રમાણમાં શસ્ત્રો મોકલી રહ્યા છે. યંત્ર ઈન્ડિયા એક સરકારી કંપની છે જેના હથિયારોનો ઉપયોગ યુક્રેનમાં થઈ રહ્યો છે. યંત્ર ઈન્ડિયા અને કલ્યાણી સ્ટ્રેટેજિક સિસ્ટમ્સે રશિયા-યુક્રેનના યુદ્ધની શરૂઆતની પહેલાં ઈટલી, ચેક રિપબ્લિક, સ્પેન અને સ્લોવેનિયામાં 28 લાખ ડોલરના શસ્ત્ર સરંજામની નિકાસ કરી હતી. આ આંકડો ફેબ્રુઆરી, 2022થી જુલાઈ, 2024 દરમિયાન વધી 13.525 કરોડ ડોલર થયો છે.