VIDEO : ભારતીય યુવકે 1 મિનિટમાં તોડ્યા 68 નારિયેળ, જોઈને તમે હચમચી જશો

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
VIDEO : ભારતીય યુવકે 1 મિનિટમાં તોડ્યા 68 નારિયેળ, જોઈને તમે હચમચી જશો 1 - image


                                                                 Image Source: Twitter

નવી દિલ્હી, તા. 16 ઓક્ટોબર 2023 સોમવાર

એક ભારતીય વ્યક્તિએ એક એવુ કારનામુ કરી બતાવ્યુ છે, જેના કારણે તેમની સમગ્ર દેશમાં પ્રશંસા થઈ રહી છે. માર્શલ આર્ટમાં કાર્યક્ષમ કે વી સૈદાલવીએ નનચાકુનો ઉપયોગ કરીને 68 નારિયેળને તોડી દીધા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સૈદાલવીએ આ તમામ નારિયેળને ત્યારે તોડ્યા, જ્યારે આ લોકોના માથા પર મૂકેલા હતા. આ કારનામુ કરીને તેમણે વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સની સત્તાવાર વેબસાઈટમાં જણાવવામાં આવ્યુ છે કે સૈદાલવીએ એક મિનિટમાં જ 68 નારિયેળ તોડી દીધા. 

જાણકારી અનુસાર લોકોના માથા પર નારિયેળ મૂકેલા હતા, જેને સૈદાલવીએ નનચાકુની મદદથી તોડ્યા હતા. તેમણે આ કારનામુ એક મિનિટમાં જ કરીને ગિનિઝ બુકમાં પોતાનું નામ નોંધાવ્યુ. ઉલ્લેખનીય છે કે 68 નારિયેળ તોડીને સૈદાલવીએ પોતે પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે. આ વર્ષની શરૂઆતમાં ઈટલીમાં સૈદાલવીએ 'Lo Show Dei Record' નામના એક ટેલેન્ટ શો માં 42 નારિયેળ તોડ્યા હતા જ્યારે આ વખતે તેમણે 68 નારિયેળ તોડીને પોતાનો જ રેકોર્ડ તોડી દીધો છે.

સૈદાલવીએ ફટાફટ તોડી દીધા તમામ નારિયેળ

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં સૈદાલવી નારિયેળ તોડતા નજર આવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે 6 લોકો કાળી ટીશર્ટ પહેરીને બેઠા છે. જેમના માથા પર નારિયેળ મૂકેલા છે. જ્યારે સૈદાલવી 6 લોકોની વચ્ચે નનચાકુ લઈને ઊભા છે. જ્યારે સૈદાલવીને ગો કહેવામાં આવે છે, ત્યારે તે ફટાફટ યુવકોના માથા પર મૂકેલા નારિયેળને નનચાકુથી તોડવા લાગે છે. જેનુ નારિયેળ ફૂટી જાય છે તે બીજીવખત નવુ નારિયેળ પોતાના માથા પર મૂકી દે છે.

કર્ણાટકના રહેવાસી છે સૈદાલવી

જે સમયે સૈદાલવી નારિયેળ તોડી રહ્યા હતા તે સમયે ત્યાં ઘણા દર્શક પણ હાજર હતા. જે સતત ચોંકાવનારા રિએક્શન આપી રહ્યા હતા. સૈદાલવીએ એક-એક કરીને કુલ 68 નારિયેળ તોડી દીધા અને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. સૈદાલવી કર્ણાટકના મદ્દુર જિલ્લાના નિવાસી છે. તેમણે આ રેકોર્ડને બનાવવા માટે નનચાકુનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કર્યો. ઘણી વખત માથા પર નારિયેળ લઈને બેસેલા લોકોને ડરતા પણ જોવાયા. જોકે સૈદાલવીએ ક્યાંય પણ પોતાના નનચાકુને ભટકવા દીધુ નહીં અને શ્રેષ્ઠરીતે આ રેકોર્ડને પૂરો કર્યો.


Google NewsGoogle News