Get The App

2023માં સુપ્રીમકોર્ટે કેટલાં કેસનો નિકાલ લાવ્યો? આંકડો જાણીને ચોંકી જશો

નિકાલ કરાયેલ કેસની સરખામણીએ સુપ્રીમ કોર્ટમાં આ વર્ષે નોંધાયેલા 49,191 કેસ કરતા 3000 જેટલા વધુ

તેમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવાના સરકારના ફેંસલાને પડકારતી અરજી પરનો ચુકાદો પણ સામેલ

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
2023માં સુપ્રીમકોર્ટે કેટલાં કેસનો નિકાલ લાવ્યો? આંકડો જાણીને ચોંકી જશો 1 - image


Supreme Court Of India Disposed Cases In 2023 : સુપ્રીમ કોર્ટે આ વર્ષે અત્યાર સુધી 52,191 કેસનો નિકાલ કર્યો છે. નિકાલ કરાયેલ કેસની સરખામણીએ સુપ્રીમ કોર્ટમાં આ વર્ષે નોંધાયેલા 49,191 કેસ કરતા 3000 જેટલા વધુ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પરથી આ વાત સામે આવી છે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે ઘણા મહત્વના અને ઘણા વર્ષોથી પેન્ડિંગ પડી રહેલા કેસના ચુકાદા આપ્યા છે અને તેનો નિકાલ લાવવામાં આવ્યો છે. તેમાં જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 હટાવવાના સરકારના ફેંસલાને પડકારતી અરજી પરનો ચુકાદો પણ સામેલ છે. સંવિધાનિક બેચે કેન્દ્રના આર્ટિકલ 370 હટાવવાના ફેંસલાને માન્ય ગણ્યો છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે સમલૈંગિક વિવાહને માન્યતા આપવાથી પણ ઇનકાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે 1 જાન્યુઆરી 2023થી 15 ડિસેમ્બર 2023 સુધી 52,191 કેસોનો નિકાલ કર્યો

સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અન્ય એક સિદ્ધીમાં ભારતની સુપ્રીમ કોર્ટે 1 જાન્યુઆરી 2023થી 15 ડિસેમ્બર 2023 સુધી 52,191 કેસોનો નિકાલ કર્યો છે જેમાં 45,642 અલગ-અલગ કેસ અને આશરે 6,549 નિયમિત કેસ સામેલ છે. વર્ષ 2023માં કુલ 49,191 કેસ સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા જ્યારે 52,191 નિકાલ લવાયો છે. આ વર્ષે સુપ્રીમ કોર્ટમાં નોંધાયેલ કેસોની સરખામણીમાં વધુ મામલાઓનો નિકાલ કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ વર્ષે માનવીય સ્વતંત્રતા સંબંધિત 780 કેસનો નિકાલ કર્યો

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કેસોના લીસ્ટીંગ માટે જરૂરી સમય મર્યાદામાં ફેરફાર કર્યો છે. આ કારણે કેસ દાખલ કરવાનો સમય 10 દિવસથી ઘટીને સાતથી પાંચ દિવસ થઇ ગયો છે. સુપ્રીમ કોર્ટે પાંચ અને સાત જજોની બેચનું પણ ગઠન કર્યું છે, જેમાં સાત જજોની બેંચ દ્વારા બે કેસોની સુનાવણી કરવામાં આવી છે અને એક કેસમાં ફેંસલો અનામત રાખ્યો છે તેમજ બીજામાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ વર્ષે 22 મેથી 2 જુલાઈ સુધી માનવીય સ્વતંત્રતા સંબંધિત 2262 કેસની સુનાવણી કરી અને 780 કેસનો નિકાલ કરાયો હતો.

2023માં સુપ્રીમકોર્ટે કેટલાં કેસનો નિકાલ લાવ્યો? આંકડો જાણીને ચોંકી જશો 2 - image


Google NewsGoogle News