'અમને બચાવો, સ્થાનિકો મારી નાખશે..' કિર્ગિસ્તાનમાં ફસાયેલા સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની વેદના
Indian Students Stuck In Kyrgyzstan: કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની નાગરિકો સાથેની બબાલ બાદથી હિંસા અટકવાનું નામ લેતી નથી. આ સૌની વચ્ચે દેખાવને કારણે ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો પણ ભોગ લેવાઈ રહ્યો છે. સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે અને ભારત સરકારને મદદ માટે અપીલ કરી રહ્યા છે.
મધ્યપ્રદેશના છોકરાનો મદદની માગ કરતો વીડિયો વાયરલ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ પણ કહી ચૂક્યા છે કે ત્યાં 1200 જેટલાં એમબીબીએસ વિદ્યાર્થી અમારા રાજ્યના છે. જોકે તેમણે આ બધા સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. તાજેતરમાં એક મધ્યપ્રદેશના વિદ્યાર્થીએ વીડિયો જાહેર કરીને ભારત સરકારને મદદ કરવા અપીલ કરી હતી. બડવાની જિલ્લાનો રહેવાશી ચેતન માલવીય કિર્ગિસ્તાનમાં એમબીબીએસ કરી રહ્યો છે. ચેતને તેના વીડિયોમાં જણાવી રહ્યો છે કે તે કેવી સ્થિતિમાં ત્યાં રહેવા મજબૂર છે. 18મેની રાતે તો સ્થાનિકો તેના હોસ્ટેલ સુધી પહોંચી ગયા હતા. ત્યાં હવે ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે સાવકા જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.
અમને અહીંથી બચાવી લો...
વીડિયોમાં ચેત કહે છે કે હું અહીં એમબીબીએસનો અભ્યાસ કરવા આવ્યો છું. અહીં ભારત અને પાકિસ્તાન બંને દેશના નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે સાવકા જેવું વર્તન થઈ રહ્યું છે. અમે એકલા પડી ગયા છીએ. હોસ્ટેલથી બહાર નથી જઈ શકતા. અમારે ઘરે પાછા આવવું છે. 18મે વિશે તે કહે છે કે એ દિવસે રાતના સમયે અમારા હોસ્ટેલના ગેટ વારંવાર ખખડાવાયા હતા. 4-5 વખત આવું થયું. સદભાગ્યે અમે ગેટ ન ખોલ્યાં. બહાર મોટી સંખ્યામાં સ્થાનિકોની ભીડ હતી.
ચેતને ભારત સરકારને કહ્યું - અમે ટિકિટ લઈ લીધી છે બસ...
ચેતને માલવીય કહે છે કે અમે લોકો અહીંથી નીકળવા માગીએ છીએ. અમે ટિકિટ પણ લઈ લીધી છે. બસ હોસ્ટેલથી નીકળતા ડર લાગે છે. સરકાર અમારા માટે એરપોર્ટ સુધી મૂકી જવાની વ્યવસ્થા કરી આપે. અમારી બસ આટલી જ માગ છે.