ભારતનો સ્ટાર રેસલર ફરી એકવાર સસ્પેન્ડ, NADAની મોટી કાર્યવાહી, જાણો કેમ લીધો નિર્ણય

Updated: Jun 23rd, 2024


Google NewsGoogle News
Bajrang Punia file photo


Bajrang Punia Suspended: ભારતના સ્ટાર પહેલીવાર બજરંગ પુનિયાને મોટો ઝટકો લાગ્યો છે. ફરી એકવાર તેને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જ્યારે છેલ્લે NADAએ બજરંગને સસ્પેન્ડ કર્યો તો તેનું સસ્પેન્શન શિસ્ત સમિતિ દ્વારા રદ કરી દેવામાં આવ્યું હતું કેમ કે તેને નોટિસ ઈશ્યૂ કરાઈ નહોતી પણ આ વખતે નાડાએ સસ્પેન્ડ કરવાની સાથે સાથે પુનિયાને નોટિસ પણ ઈશ્યૂ કરી છે.

ખરેખર મામલો શું છે? 

NADAના જણાવ્યાનુસાર બજરંગે 10 માર્ચે સોનીપતમાં ટ્રાયલ્સ દરમિયાન યૂરીનનો સેમ્પલ આપવાથી ઇનકાર કરી દીધો હતો. જેના લીધે તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. બજરંગના વકીલ વિષ્ણુપતે આ કાર્યવાહીની પુષ્ટી કરતાં કહ્યું કે, હાં અમને નોટિસ મળી છે અને અમે તેનો જવાબ જરૂરથી આપીશું. છેલ્લી વખતે અમે સુનાવણીમાં જોડાયા હતા અને આ વખતે પણ જવાબ આપીશું. અમારા અસીલે કંઇ ખોટું નથી કર્યું એટલા માટે અમે લડીશું. નોટિસનો જવાબ આપવા માટે બજરંગ પુનિયા પાસે 11 જુલાઈ સુધીનો સમય રહેશે.

બજરંગ પુનિયા સામે કઈ કલમના ઉલ્લંઘનનો આરોપ લાગ્યો? 

NADAની નોટિસમાં જણાવાયું છે કે ડીસીઓએ બજરંગને ડોપ ટેસ્ટ માટે યૂરીન સેમ્પલ આપવા કહ્યું હતું. વારંવાર આગ્રહ છતાં તેણે સેમ્પલ ન જમા કરાવતા આ કાર્યવાહી કરાઈ છે. બે મહિનાથી ડોપ ટેસ્ટ માટેની કાર્યવાહી ચાલી રહી હતી. બજરંગ સામે નેશનલ એન્ટી ડોપિંગ એક્ટ, 2021ની કલમ 2.3ના ઉલ્લંઘનનો આરોપ છે.

ભારતનો સ્ટાર રેસલર ફરી એકવાર સસ્પેન્ડ, NADAની મોટી કાર્યવાહી, જાણો કેમ લીધો નિર્ણય 2 - image


Google NewsGoogle News