ભારતીય સૈનિકો બની જશે 'મિસ્ટર ઈન્ડિયા', IIT કાનપુરે તૈયાર કર્યું અદભૂત મટીરિયલ, વિમાન પણ નહીં દેખાય
IIT Kanpur: ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગ-IIT કાનપુરે એક અદભૂત મટીરિયલ તૈયાર કર્યું છે. આ મટીરિયલના ઉપયોગથી ન તો સૈનિક દેખાશે કે ન તો વાયુસેનાનું ફાઈટર જેટ. દુશ્મનની રડાર પણ તેને પકડી નહીં શકશે. જો ભારતીય સેના આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરશે તો દુશ્મન શોધતા રહેશે અને આપણા સૈનિકો 'મિસ્ટર ઈન્ડિયા' બની જશે.
આ એક મેટામટીરિયલ સરફેસ ક્લોકિંગ સિસ્ટમ છે. જે આપણા સૈનિકો, વિમાનો અને ડ્રોનને દુશ્મનોથી બચાવી શકે છે. આ કાપડનો ફાયદો એ છે કે તે ન તો દુશ્મનના રડારની પકડમાં આવે છે અને ન તો સેટેલાઈટની પકડમાં આવે છે. તેને ઈન્ફ્રારેડ કેમેરા, વૂંડ સેન્સર્સ અને થર્મલ ઈમેજરથી પણ નથી જોઈ શકાતું. એટલે કે આ મટીરિયલની પાછળ શું છે તે કોઈને ખબર જ નહીં પડશે.
આ મટીરિયલથી લશ્કરી વાહનોના કવર, સૈનિકોના યુનિફોર્મ અથવા એરક્રાફ્ટ કવર બનાવી શકાય છે. આ કાપડ સંપૂર્ણપણે સ્વદેશી છે. આ સાથે જ તે વિદેશમાંથી આયાત કરવામાં આવતી સરફેસ ક્લોકિંગ સિસ્ટમ કરતાં 6-7 ગણી સસ્તી પણ છે. IIT કાનપુરના ડાયરેક્ટર પ્રો. મનિન્દ્ર અગ્રવાલે આ મેટામટિરીયલનું ઉદ્ઘાટન કર્યું છે.
ભારતીય સૈનિકો બની જશે 'મિસ્ટર ઈન્ડિયા'
IIT કાનપુર ખાતે યોજાયેલા ડિફેન્સ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં પણ આ કાપડનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. જો આ કાપડને આર્મીની ગાડીઓની ચારેય બાજુ લગાવી દેવામાં આવે અને જો સૈનિકોને આ યુનિફોર્મ આપવામાં આવે તો તે દુશ્મનના કોઈપણ પ્રકારના કેમેરામાં ટ્રેક નહીં થશે. ન તો કોઈ ઈમેજિંગ સિસ્ટમમાં કે ન તો કોઈ સેન્સરમાં. આનાથી દુશ્મનની અનેત તકનીકને નિષ્ફળ બનાવી શકાય છે.
IITના ત્રણ વિજ્ઞાનીઓએ સાથે મળીને બનાવ્યું આ કમાલનું કાપડ
IITના ત્રણ વિજ્ઞાનીઓ પ્રો. કુમાર વૈભવ શ્રીવાસ્તવ, પ્રો. એસ. અનંત રામકૃષ્ણન અને પ્રો. જે. રામકુમારે મળીને આ મેટામટીરિયલ તૈયાર કર્યું છે. તેની પેટન્ટ માટેની અરજી 2018માં આપવામાં આવી હતી. જે તેમને હવે મળી ચૂકી છે. આ ટેક્નોલોજીનું પરીક્ષણ ભારતીય સેના સાથે છ વર્ષથી કરવામાં આવી રહ્યું છે.
પ્રો. કુમાર વૈભવે 2010થી તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ બંને પ્રોફેસરો તેમની સાથે જોડાઈ ગયા હતા. ત્યારબાદ આ પ્રોડક્ટ તૈયાર થયું. 2019માં ભારતીય સેના એવી ટેક્નોલોજીની તલાશ કરી રહી હતી જેના દ્વારા દુશ્મનના રડારને ચકમો આપી શકાય. પછી આને તૈયાર કરવામાં આવ્યું. આ મટીરિયલ દુશ્મનના રડાર, સેટેલાઇટ, ઇન્ફ્રારેડ કેમેરા, ગ્રાઉન્ડ સેન્સર અને થર્મલ ઈમેજરને ધોખો આપી શકે છે.
અપ્રૂવલ મળે તો એક વર્ષમાં સેનાને મળી જશે આ મટીરિયલ
મેટાતત્વ કંપનીના એમડી અને પૂર્વ એર વાઈસ માર્શલ પ્રવીણ ભટ્ટે કહ્યું કે, જો અમને અપ્રૂવલ મળે તો અમે એક વર્ષમાં આ મટીરિયલ ભારતીય સેનાને આપી શકીએ છીએ. તે કોઈપણ પ્રકારની ઈમેજિંગ પ્રોસેસને રોકવામાં સક્ષમ છે.