સરહદે ભારતીય પશુપાલકોને પજવતા ચીન પર ભારત ભડક્યું, આપ્યો જડબાતોડ જવાબ
ચીની સૈનિકો ભારતીય પશુપાલકોને ઘેટા ચરાવવાથી રોકી રહ્યા હતા
Chinese Soldiers clash with Indian herdsmen in Ladakh: લદ્દાખમાં ચીનની સરહદ પાસે ભારતીય પશુપાલકો પોતાના ઢોર ચરાવી રહ્યા હતા, એવામાં કેટલાક ચીની સૈનિકો આ પશુપાલકોને ધમકાવવા માટે આવ્યા હતા અને સરહદી વિસ્તારમાં ઢોર ના ચરાવવાની ધમકી આપી હતી. જોકે આ પશુપાલકોએ નિડર બનીને ચીની સૈનિકોનો સામનો કર્યો હતો અને તેમને પાછા ખસેડયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ મામલે વિદેશ મંત્રાલય તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. મંત્રાલયના જણાવ્યું કે,'અમે પણ વીડિયો જોયો છે અને તમે સંરક્ષણ મંત્રાલય પાસેથી આ અંગે વધુ વિગતો મેળવી શકો છો. જ્યાં સુધી અમારો સંબંધ છે, બંને દેશોના લોકો જાણે છે કે કોના પશુપાલકો ક્યાં છે અને જો કોઈ વિવાદ ઊભો થાય તો તેને ઉકેલવા માટેના ઉપાયો છે.'
पूर्वी लद्दाख में लाइन ऑफ एक्चुअल कंट्रोल (LAC) पर चीनी सैनिकों की नापाक हरकत सामने आई है। ऐसा बताया जा रहा है कि भारतीय चरवाहों को चीनी सेना के जवानों ने चारागाह में जानवर ले जाने से रोक दिया। इसके बाद चीनी सैनिकों तथा भारतीय चरवाहों के बीच कहासुनी शुरू हो गई। pic.twitter.com/zqeVoT94ui
— ✰ɪʀғᴀɴ ᴋʜᴀɴ ᴍᴇᴡᴀᴛɪ✰ (@IrafanK64188572) January 31, 2024
વીડિયો પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ચીની સૈનિકો ભારતીય પશુપાલકોને પરેશાન કરવાના ઈરાદાથી જ આવ્યા હતા, તેઓએ પશુપાલકોને પહેલા જ સ્થળ પરથી જતા રહેવા કહ્યું હતું, જો કે પશુપાલકોએ જવાની ના પાડી દીધી અને ચીની સૈનિકોની સાથે આકરા શબ્દોમાં તકરાર કરવા લાગ્યા હતા. પશુપાલકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીની સૈનિકોને કહી દીધુ હતું કે જ્યાં અમે આ પશુઓ ચરાવી રહ્યા છીએ તે ધરતી અમારી છે અને અમે અહીંયાથી પાછા નહીં જઇએ. ચીની સૈનિકોને પાછા જતા રહેવા પણ કહી દીધુ હતું. પશુપાલકો આ વિસ્તારમાં દરરોજ ઘેટા બકરા ચરાવે છે.
ચીની સૈનિકોને મોઢા પર જ સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દેનારા આ ભારતીય પશુપાલકોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, લોકો આ બહાદુર પશુપાલકોના ભારે વખાણ કરી રહ્યા છે. 2020માં અહીંની ગલવાન ઘાટીમાં ચીન અને ભારતીય જવાનો સામસામે આવી ગયા હતા, જે દરમિયાન હિંસક ઘર્ષણમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા, આ ઘટના બાદ લદ્દાખના આ વિસ્તારમાં પશુપાલકો દ્વારા ઢોર ચરાવવાનું બંધ કરાયું હતું પણ હવે સ્થાનિકો બહાદુરી બતાવીને આ વિસ્તારમાં પોતાના પશુઓ ચરાવી રહ્યા છે.