ભક્તિ અને આસ્થા: ભારતના આ સંત જેમણે 40 વર્ષોથી પોતાના હાથને હવામાં જ ઉપર કરેલા છે,પ્રતિજ્ઞા છે ચોંકાવનારી
Image Source: @historyinmemes Twitter
નવી દિલ્હી,તા. 1 જૂન 2023, ગુરુવાર
શાળામાં જ્યારે હોમવર્ક ન લાવતા કે પછી ચાલુ ક્લાસમાં વાતો કરતા ત્યારે ટીચર તમને સજાના ભાગરૂપે ક્લાસની બહાર હાથ ઉપર રાખીને ઉભા રહેવાની સજા આપતા હતા. પરંતુ તે આપણે માંડ 1 મિનિટ કરી શકતા. આજે આ વાત એટલા માટે કારણ કે,આજે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિની જે પોતાનો હાથ થોડા કલાકો કે દિવસો માટે નહીં, પરંતુ 40 વર્ષથી વધુ સમયથી હવામાં રાખીને બેઠા છે.
જો તમને વિશ્વાસ ન થતો હોય, તો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ જુઓ, તમને જવાબ આપોઆપ મળી જશે.
તસવીરમાં દેખાતા આ બાબાનું નામ છે અમર ભારતી, જેમણે વર્ષ 1973માં કંઈક એવું કરવાનું નક્કી કર્યું, જેની આપણે અને તમે કલ્પના પણ કરી શકતા નથી.
અમર ભારતી એક પ્રખ્યાત સાધુ છે, જે કુંભ મેળાઓ અને મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લે છે. હા, આજે પણ અમર ભારતીએ 1973થી પોતાનો જમણો હાથ હવામાં ઉંચો કર્યો છે. તસવીર જોઈને તમે અંદાજ લગાવી શકો છો ,કે આટલા વર્ષોથી હવામાં ઉંચા કરેલા હાથનું શું થયું હશે.
અમર ભારતીએ પ્રતિજ્ઞા પ્રમાણે તે અડગ રહ્યાં પરંતૂ થોડાં જ વર્ષોમાં અમર ભારતીનો હાથ સુકાઈ ગયો અને ચામડી અને હાડકાનો એક ટુકડો થઈ ગયો. અમર ભારતીના આ નિર્ણયને ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ અને વૈશ્વિક સંવાદિતાને પ્રોત્સાહન આપવાના તેમના મિશનના પ્રતીક તરીકે જોવામાં આવે છે.
જુસ્સો અને મનોબળ
અમર ભારતી એ કરી રહી છે જે કોઈ ઈચ્છે તો પણ ન કરી શકે. લોકો આ સંતની શક્તિ, ભક્તિ અને જુસ્સાની પ્રશંસા કરતા પોતાને રોકી શકતા નથી.
હિસ્ટોરિક Vidsનામના ટ્વિટર એકાઉન્ટ પરથી અમર ભારતીની તસવીર શેર કરવામાં આવી છે. અમર ભારતીના જીવનકાળ વિશે વાત કરીએ તો, 1970 પહેલા, અમર મધ્યમ વર્ગના પરિવારના વ્યક્તિ હતા, જે સામાન્ય જીવન જીવતા હતા. સામાન્ય લોકોની જેમ તેઓ પણ નોકરી કરતા હતા. ઘરમાં પત્ની અને બાળકો હતા, પરંતુ એક દિવસ સવારે ઉઠીને તેમણે પોતાનું આખું જીવન ભગવાન શિવની સેવામાં સમર્પિત કરવાનો નિર્ણય કર્યો અને ક્યારેય પાછું વળીને જોયું નહીં. ઈન્ટરનેટ યુઝર્સ બાબાની ભક્તિના વખાણ કરી રહ્યા છે. કેટલાક તેમની આંખો પર વિશ્વાસ કરી શકતા નથી, જ્યારે અન્ય પૂછે છે કે તેઓ કેવી રીતે ઊંઘે છે.