રામ મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર : રેલવે દ્વારા જાન્યુઆરીથી શરૂ કરાશે 100 સ્પેશ્યલ ટ્રેન

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર અયોધ્યા રેલવે સ્ટેશનના પુનઃવિકાસનું કામ બે તબક્કામાં કરવામાં આવી રહ્યું છે

240 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે, જેમાં પાંચ હજાર પેસેન્જરથી વધારીને એક લાખ પેસેન્જરની સ્ટેશનની ક્ષમતા કરવામાં આવશે

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
રામ મંદિર જનારા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર : રેલવે દ્વારા જાન્યુઆરીથી શરૂ કરાશે 100 સ્પેશ્યલ ટ્રેન 1 - image


Special trains for Ram Mandir in Ayodhya: અયોધ્યામાં રામ માંદીરનું કામ જલ્દી જ પૂરું થવામાં છે. ત્યારે 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ બીજા જ દિવસથી લોકો દર્શન કરી શકશે. આ ભવ્ય આયોજનને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ પણ તૈયારીઓ શરુ કરી દીધી છે. મંદિરના ઉદ્ઘાટન દરમિયાન ભારે ભીડને ધ્યાનમાં લઈને રેલ્વે અયોધ્યા માટે મોટા પાયા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની પણ યોજના બનાવી રહી છે. એવું માનવામાં આવે છે કે રેલ્વે એક અઠવાડિયામાં અયોધ્યા માટે 100 થી વધુ વિશેષ ટ્રેનો દોડાવી શકે છે. દેશના તમામ ઝોનને જરૂરિયાત મુજબ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

પાંચ હજાર વર્ષ જુના માંથી થશે રિડેવલોપમેન્ટ

અયોધ્યા રેલ્વે સ્ટેશનના રિડેવલોપમેન્ટનું કામ બે ચરણમાં કરવામાં આવી રહ્યું છે. જેમાં એક 240 કરોડના ખર્ચે પ્રથમ તબક્કાનું કામ આ વર્ષે 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. જેમાં રેલ્વે સ્ટેશનની ક્ષમતા પાંચ હજાર પેસેન્જરથી વધારીને એક લાખ પેસેન્જરની કરવામાં આવશે. બીજું, સ્ટેશનનો આગળના દરવાજાને રાજસ્થાનના ભરતપુરના બંસી પહાડપુરના એ જ પથ્થરોમાંથી બનાવવામાં આવ્યો છે, જેનો ઉપયોગ રામલલાનું મંદિર બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં પ્રખ્યાત આ પથ્થર પાંચ હજાર વર્ષ જુના હોવાનું કહેવાય છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે તેની ચમક વધુ વધે છે. 

સ્ટેશનની ડિઝાઇન અયોધ્યા મંદિર જેવી જ બનાવવામાં આવશે 

સ્ટેશન આગળ અને પ્લેટફોર્મની બંને બાજુએ આઠ મંદિર જેવા પિરામિડ બનાવવામાં આવ્યા છે. સ્ટેશનના આગળના દરવાજામાં પ્રવેશતા જ લોકોને અયોધ્યા મંદિર જેવી જ ડિઝાઇન જોવા મળશે. સ્ટેશનના ગેટ પાસે ભગવાન શ્રી રામની મૂર્તિ સ્થાપિત કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે આગળના ગેટ પર ભગવાન શ્રી રામનો મુગટ બનાવવામાં આવશે. હાલમાં અયોધ્યા સ્ટેશનમાં ત્રણ પ્લેટફોર્મ છે, પરંતુ 422 કરોડ રૂપિયાના નિર્માણના બીજા તબક્કામાં તેને છ પ્લેટફોર્મ સાથે બનાવવામાં આવશે. જેથી અહીંથી વધુને વધુ ટ્રેનોનું સંચાલન શક્ય બને.

ડિસેમ્બર 2023 સુધીમાં કામ પૂરું થવાની અપેક્ષા 

હાલમાં અયોધ્યા સ્ટેશનની ક્ષમતા માત્ર પાંચ હજાર મુસાફરોની છે. જોકે, બાંધકામ બાદ તેની ક્ષમતા પ્રતિદિન એક લાખ મુસાફરો સુધીની થવાની અપેક્ષા છે. વાસ્તવમાં, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, ભારતીય રેલ્વે દેશભરમાં 1275 રેલ્વે સ્ટેશનોનું પુન:ર્નિર્માણ કરી રહ્યું છે. આમાં અયોધ્યા રેલવે સ્ટેશન પણ સામેલ છે. અયોધ્યા રેલ્વે સ્ટેશનના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થશે.


Google NewsGoogle News