રેલવેની મોટી જાહેરાત, દર વર્ષે ભરતી માટે કેલેન્ડર રજૂ કરવાની જાહેરાત, નોકરી ઈચ્છુકો ખાસ વાંચે

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
રેલવેની મોટી જાહેરાત, દર વર્ષે ભરતી માટે કેલેન્ડર રજૂ કરવાની જાહેરાત, નોકરી ઈચ્છુકો ખાસ વાંચે 1 - image

Image: Envato, (File photo)



Minister Ashwini Vaishnaw Claims on Railways Recruitments: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટમાં રેલવે માટે કોઈ ખાસ જાહેરાતો કરવામાં આવી ન હતી. પરંતુ બાદમાં રેલવે મંત્રી દ્વારા વિવિધ જાહેરાતોનો ખજાનો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બજેટ સેશન દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રેલવેમાં ભરતી પર મોટી અપડેટ આપી છે.

લોકસભામાં પુછવામાં આવેલા સવાલના જવાબમાં રેલવેમાં ભરતીઓ કરવામાં આવશે. જે અનુસાર, રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)માં 32603 પદ પર ભરતી ચાલુ છે. જેના માટે જાન્યુઆરી- 24થી માર્ચ-24 સુધી નોટિફિકેશન જારી કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત લોકો પાયલોટ, ટેક્નિશિયન, સબ-ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ માટે અરજી કરવામાં આવી હતી.

ભરતીનું વાર્ષિક કેલેન્ડર જારી કરાશે

રેલવેમાં ભરતી સંબંધિત નવી પ્રણાલીની જાહેરાત કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે રેલ્વે મંત્રાલય હવે દર વર્ષે ગ્રુપ 'C' કેટેગરી માટે ભરતીનું વાર્ષિક કેલેન્ડર બહાર પાડશે, જેથી યુવાનોને તૈયારી માટે વધુ સમય મળી શકે. મોદી સરકારના નિર્દેશો છે કે પહેલા રેલવેમાં જે ભરતીઓ 4-5 વર્ષમાં એક વખત થતી હતી તે હવે દર વર્ષે કરવામાં આવે અને નોકરીઓ આપવા માટે સરળ ભરતી પ્રક્રિયા અપનાવવામાં આવે.

આ યોજના 2022માં બનાવવામાં આવી હતી, જે મુજબ જાન્યુઆરી, એપ્રિલ, જૂન અને ઓક્ટોબરમાં ભરતી કરવાની યોજના હતી. આ વર્ષે જાન્યુઆરી 2024થી માર્ચ 2024 સુધી ભરતીઓ યોજાઈ હતી. રેલવેમાં ભરતીની જૂની પદ્ધતિને કારણે યુવાનોને નુકસાન વેઠવું પડ્યું હતું. ભરતી બહાર જવાની રાહ જોતી વખતે તેઓ કોઈ અન્ય માર્ગ અપનાવતા હતા, પરંતુ હવે આવું નહીં થાય. હવે તેઓ રેલવેમાં ઝડપથી નોકરી મેળવી શકશે.

10 વર્ષમાં લગભગ 5 લાખ નોકરીઓ આપી

રેલવે મંત્રાલયે લોકસભા ગૃહમાં દાવો કર્યો છે કે 2014થી 2024 દરમિયાન છેલ્લા 10 વર્ષમાં રેલવેએ લગભગ 5 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે. 2004થી 2014  દરમિયાન કોંગ્રેસના 10 વર્ષના કાર્યકાળમાં 4 લાખથી વધુ નોકરીઓ આપવામાં આવી હતી. મોદીના કાર્યકાળ દરમિયાન આ આંકડો 25 ટકા વધ્યો છે. કોરોના મહામારી બાદ 1.30 લાખ નોકરીઓ કમ્પ્યુટર આધારિત  પરીક્ષા (CBT) દ્વારા આપવામાં આવી હતી.

28 ડિસેમ્બર 2020થી 31 જુલાઈ 2021 સુધી 1.26 કરોડથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત (CBT) હતી. 7 તબક્કામાં 68 દિવસ સુધી આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના 211 શહેરોમાં 726 કેન્દ્રો પર પરીક્ષાઓ યોજાઈ હતી. 17 ઓગસ્ટ 2022થી 11 ઓક્ટોબર 2022 દરમિયાન એક કરોડથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી, દેશભરના 191 શહેરોમાં 500 થી વધુ પરીક્ષા કેન્દ્રો પર ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી.

રેલવેની મોટી જાહેરાત, દર વર્ષે ભરતી માટે કેલેન્ડર રજૂ કરવાની જાહેરાત, નોકરી ઈચ્છુકો ખાસ વાંચે 2 - image


Google NewsGoogle News