શું રેલવેનું ખાનગીકરણ કરશે મોદી સરકાર? અશ્વિની વૈષ્ણવે કહ્યું- પાંચ વર્ષમાં થશે કાયાપલટ
Indian Railway News : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આગામી 5 વર્ષમાં ભારતીય રેલવેના સંપૂર્ણ કાયાપલટની વાત કરતા કહ્યું કે, 'ભારતમાં લોકો માટે રેલ યાત્રાને સુરક્ષિત બનાવવા ઉપરાંત ટ્રેનોની ઝડપ વધારવાનો સરકારનો મુખ્ય ઉદેશ છે.'
રેલવે મંત્રીએ શું કહ્યું?
મહારાષ્ટ્રના નાસિકમાં અશ્વિની વૈષ્ણવે રેલવેના ખાનગીકરણ મુદ્દે કહ્યું કે, 'રેલવેના ખાનગીકરણનો કોઈ પ્રશ્ન જ નથી. સુવિધાઓ વધારવા માટે સરકાર શું કામ કરી રહી છે, કારણે કે સરકાર સામાન્ય જનતા માટે વધુ સારી રેલવે સુવિધા પૂરી પાડવા કામ કરી રહ્યું છે. અમારુ લક્ષ્ય છે કે, દેશમાં સામાન્ય જનતા વૈભવી સુવિધાઓ સાથે રેલવેની 1000 કિ.મી.ની યાત્રા માત્ર 400 રૂપિયામાં કરે.'
આ પણ વાંચો : 30 નક્સલોના ઢીમ ઢાળી દેવાયા: છત્તીસગઢમાં વીર જવાનોએ ખાતમો બોલાવ્યો, હથિયારો જપ્ત
તેમણે કહ્યું કે, વંદે ભારત અને નમો ભારત જેવી ટ્રેનોના માધ્યમથી વૈભવી સુવિધા આપવામાં આવશે. આ સાથે કવચ જેવી સિક્યુરિટી સિસ્ટમ વધુને વધુ ટ્રેનોમાં લગાવવામાં આવશે.
રેલવેમાં ખાનગીકરણ?
રેલવે હવે કેટલીક ખાનગી ટ્રેનો પણ ચલાવી રહ્યા છે. આ સિવાય કેટરિંગ સેવાઓ સહિત અનેક સેવાઓ પર ખાનગી કંપનીઓનું વર્ચસ્વ છે. જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે કે, શું રેલવેનું પણ ખાનગીકરણ થશે? આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, હું રેલવેમાં ખાનગીકરણની અફવા ફેલાવનારાઓને વિનંતી કરું છું કે તેઓ યાદ રાખે કે રેલવે અને સંરક્ષણ ભારતની બે કરોડરજ્જુ છે અને તેમને તમામ પ્રકારના રાજકારણથી સુરક્ષિત રાખવું જોઈએ. આમ રેલવેનું ધ્યાન બહેતર પ્રદર્શન, સલામતી, ટેક્નોલોજી દ્વારા બધાને સસ્તી સેવા પૂરી પાડવાનું છે.'
આ પણ વાંચો : ખેડૂતોના ખાતામાં આવતીકાલે જમા થશે 2000 રૂપિયા, PM કિસાનનો 18મો હપ્તો થશે રિલીઝ
રેલવે મંત્રીએ કહ્યું કે, 'રેલવેનું બજેટ 2.5 લાખ કરોડ રૂપિયા છે અને છેલ્લા 10 વર્ષમાં 30,000 કિલોમીટર નવી રેલવે લાઈન નાખવામાં આવી છે, જે ફ્રાન્સના રેલવે નેટવર્ક કરતા પણ વધુ છે. અમે તેને વધુ ઝડપથી વિસ્તારવા પર કામ કરી રહ્યા છીએ.'