ફ્લાઈટથી કરો ચારધામ યાત્રા! IRCTC લાવ્યું જોરદાર પેકેજ, જાણો ભાડાં સહિતની તમામ માહિતી

આગામી તારીખ 19 સપ્ટેમ્બર 2023ના રોજ શરુ થતા આ પેકેજમાં 12 રાત્રી અને 13 દિવસ રહેશે

આ પેકેજ માટે તમારે 19 સપ્ટેમ્બરના રોજ ચેન્નઈ એરપોર્ટથી સવારે 8.40 ફ્લાઈટ પકડવાની રહેશે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
ફ્લાઈટથી કરો ચારધામ યાત્રા! IRCTC લાવ્યું જોરદાર પેકેજ, જાણો ભાડાં સહિતની તમામ માહિતી 1 - image
Image Twitter 

તા. 16 સપ્ટેમ્બર 2023, શનિવાર

દેશમાં પ્રવાસનને વેગ આપવા માટે આઈઆરસીટીસી દ્વારા સમય સમય પર વિવિધ પ્રકારના પેકેજ જાહેર કરવામાં આવતા હોય છે. આ પેકેજમાં યાત્રાળુઓને દેશ-વિદેશમા અલગ- અલગ પ્રવાસન સ્થળો પર અને ધાર્મિક સ્થળો પર દર્શન કરવાનો લાભ મળી રહે છે. જેને લઈને હાલમાં જ આઈઆરસીટીસી પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પેકેજ હેઠળ જો તમે બુકિંગ કરાવો છો તો તમને ફ્લાઈટ દ્વારા ચારધામ યાત્રા કરવાનો અવસર મળશે.

ચેન્નઈથી શરુ થશે આ યાત્રા

આગામી તારીખ 19 સપ્ટેમ્બર 2023ના રોજ શરુ થતા આ પેકેજમાં 12 રાત્રી અને 13 દિવસનો રહેશે. પેકેજ માટે યાત્રાળુઓને ચેન્નઈથી દિલ્હી લઈ જવામાં આવશે અને પછી ત્યાથી અલગ અલગ ટુરિસ્ટ સ્થાનો પર દર્શન માટે લઈ જવામાં આવશે. આ પેકેજ માટે તમારે 19 સપ્ટેમ્બરના રોજ ચેન્નઈ એરપોર્ટથી સવારે 8.40 ફ્લાઈટ પકડવાની રહેશે.  

પ્રવાસનો કાર્યક્રમ

ચેન્નઈથી ફ્લાઈટ દ્વારા 19 સપ્ટેમ્બરના રોજ સવારે 11.30 વાગે દિલ્હી પહોચશે. ત્યાથી હરિદ્વાર માટે રવાના થશે. અહી એક દિવસ રોકાણ  રહેશે. ત્યાર બાદ બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી બારકોટ માટે રવાના થશે અને રાત્રી રોકાણ પણ બોરકોટમાં રહેશે. ત્રીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી  ત્યા હનુમાનચેટ્ટીથી યમનોત્રી દર્શન કરી પરત બારકોટ આવવા થશે. ચોથા દિવસે ઉત્તરકાશી માટે રવાના થશે. અહીં એક દિવસનું રોકાણ રહેશે. 

પાંચમાં દિવસે ગંગોત્રી માટે રવાના થશે. અહીં દર્શન કરી ઉત્તરકાશી પરત ફરશે. રાત્રી રોકાણની વ્યવસ્થા અહી રાખવામાં આવી છે. છઠ્ઠા દિવસે ઉત્તરકાશીથી ગુપ્તકાશી/ સીતાપુર માટે રવાના થશે. તેમજ રાત્રી રોકાણ ગુપ્તકાશી/ સીતાપુરમાં રહેશે. સાતમાં દિવસે ગુપ્તકાશી/ સીતાપુરથી સોનપ્રયાગ માટે રવાના થશે. ત્યાં ગૌરીકુંડ બાદ કેદારનાથ ટ્રેકની શરુઆત કરવામાં આવશે. ત્યારબાદ સાતમા દિવસનું રાત્રી રોકાણ ગુપ્તકાશી/ સીતાપુરમાં રહેશે.

આઠમાં દિવસે ગુપ્તકાશી/ સીતાપુરમાં દર્શન કરવામાં આવશે. નવમાં દિવસે બદ્રીનાથ માટે રવાના થશે. ત્યાથી માયાપુરમાં રાત્રી રોકાણ કરવામાં આવશે.દશમાં દિવસે દેવપ્રયાગ માટે રવાના. અગિયારમાં દિવસે રઘુનાથજી મંદિર દર્શન કરી ઋષિકેશમાં માટે રવાના. અહી હરિદ્વારમાં દર્શન કરી રોકાણની વ્યવસ્થા કરવામાં આવી છે. બારમા દિવસે હરિદ્વારમાં ગંગા આરતી અને સ્થાનિક દર્શન કરી રાત્રી રોકાણ હરિદ્વારમાં રહેશે. તેરમાં દિવસે હરિદ્વારથી દિલ્હી રવાના અને દિલ્હીથી ફ્લાઈટમાં ચેન્નઈ માટે રવાના કરવામાં આવશે.

આ યાત્રામાં ભાડુ આ પ્રમાણે રહેશે

આ સાથે તેનુ ભાડું સિંગલ વ્યક્તિ માટે 74100 રહેશે , બે લોકોના બુકિંગ માટે પ્રતિ વ્યક્તિ 61500 રુપિયાનો ખર્ચ રહેશે. ત્રણ લોકોના બુકિંગ કરવાનું હોય તો પ્રતિવ્યક્તિ 60100 રુપિયા ખર્ચ થશે. 


Google NewsGoogle News