વેકેશનમાં જ ધુમ્મસના કારણે અનેક ટ્રેનો રદ, મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે
Train Cancelled: આજે વર્ષ 2024 પૂર્ણ થઈ રહ્યું છે. વર્ષના અંતે રજાઓના માહોલમાં તેમજ નવા વર્ષમાં ઘણાં લોકો ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ટ્રેન મારફતે મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકો માટે આ સમાચાર અત્યંત મહત્ત્વના છે. રેલવે વિભાગ દ્વારા ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે, તો કેટલીક ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે.
ધુમ્મસના કારણે ટ્રેનો થઈ રદ
શિયાળાની હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ચૂકી છે. નવા વર્ષની શરૂઆત પહેલાં જ અનેક સ્થળોએ માવઠાના કારણે પારો ગગડ્યો છે. તેમજ ઘણા વિસ્તારોમાં ધુમ્મસની ચાદર ફેલાઈ છે. ધુમ્મસના કારણે દુર્ઘટના ન ઘટે તે ઉદ્દેશ સાથે રેલવે પ્રશાસને ઘણી ટ્રેનોના રૂટ બદલ્યા છે, તેમજ ઘણી ટ્રેનો રદ પણ કરી છે. જેથી ટ્રેનમાં મુસાફરી કરતાં પહેલાં આ યાદી જોઈ લો.
આ પણ વાંચોઃ વોટર હિટરનો ઉપયોગ કરતાં હોવ તો થઇ જજો સાવધાન, એક નાનકડી ભૂલ પણ પડી શકે છે ભારે
આ ટ્રેનો થશે રદ
ટ્રેન નંબર 14617-18 બનમંખી-અમૃતસર જનસેવા એક્સપ્રેસ 31 ડિસેમ્બર,2024થી 2 માર્ચ, 2025 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 14606-05 યોગ નગરી ઋષિકેશ-જમ્મુતાવી એક્સપ્રેસ 31 ડિસેમ્બર, 2024થી 24 ફેબ્રુઆરી, 2025 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 14616-15 અમૃતસર-લાલકુઆન એક્સપ્રેસ 31 ડિસેમ્બર 2024થી 22 માર્ચ 2025 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 14524-23 અંબાલા-બરૌની હરિહર એક્સપ્રેસ 31 ડિસેમ્બર 2024થી 27 ફેબ્રુઆરી 2025 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 18103-04 જલિયાવાલા બાગ એક્સપ્રેસ 31 ડિસેમ્બર 2024થી 28 ફેબ્રુઆરી 2025 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 12210-09 કાઠગોદામ-કાનપુર સાપ્તાહિક એક્સપ્રેસ 31 ડિસેમ્બર 2024થી 25 ફેબ્રુઆરી 2025 સુધી રદ રહેશે.
ટ્રેન નંબર 14003-04 માલદા ટાઉન-દિલ્હી એક્સપ્રેસ 31 ડિસેમ્બર 2024 થી 1 માર્ચ 2025 સુધી રદ રહેશે.