હવે ટ્રેનમાં એડવાન્સ બુકિંગ 120 નહીં 60 દિવસનું થશે, પહેલી નવેમ્બરથી રેલવેમાં નવો નિયમ
Indian Railways Advance Ticket Booking New Rules : ભારતીય રેલવેએ એડવાન્સ ટિકિટ બુકિંગના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ 120 દિવસ પહેલા શરૂ થતું હતું, પરંતુ આ સમય ઘટાડીને 60 દિવસનો કરી દેવાયો છે. આ નિયમ પહેલી નવેમ્બર 2024થી જ લાગુ થઈ જશે. એડવાન્સ ટ્રેન ટિકિંગ બુકિંગના નવા નિયમોના કારણે બુક થઈ ગયેલી ટિકિટ પર કોઈ અસર નહીં પડે. આ નિર્ણય ગેરકાયદે રીતે ટિકિટ બુક કરતા લોકોને કાબૂમાં લેવા કરાયો છે.
ટિકિટ બુકિંગનો સમયગાળો 90ના બદલે 60 દિવસ કરાયો
એક જાહેરાત મુજબ, ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગનો સમય ઘટાડી દીધો છે. હવે ટિકિટ બુકિંગનો સમય ગાળો 60 દિવસનો નિર્ધારીત કરવામાં આવ્યો છે. આ નિયમનો અમલ પહેલી નવેમ્બર-2024થી અમલમાં આવશે. આ 60 દિવસની અંદર યાત્રાના દિવસોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : બિહારમાં લઠ્ઠાકાંડ 28ને ભરખી ગયો, પરિવારો શોકમાં, રાજકારણ ગરમાયું, ત્રણની ધરપકડ
નવો નિયમ 31 ઓક્ટોબર સુધી બુક કરાયેલી ટિકિટોને લાગુ પડશે નહીં
રેલ્વના જણાવ્યા મુજબ, આ નવો નિયમ 31 ઓક્ટોબર-2024 સુધી બુક કરાયેલી ટિકિટોને લાગુ પડશે નહીં, પરંતુ 60 દિવસના એડવાન્સ રિઝર્વેશનના સમયગાળાથી ઉપર કરાયેલી ટિકિટ બુકિંગ રદ કરવાની મંજૂરી આપવામાં આવશે.
વિદેશી પર્યટકોને રાહત
ભારતીય રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અમુક દિવસની એક્સપ્રેસ ટ્રેનો - જેમ કે તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરે - જ્યાં એડવાન્સ રિઝર્વેશન માટેની ટૂંકી સમય મર્યાદા હાલમાં લાગુ છે તેવા કિસ્સામાં નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત વિદેશી પર્યટકો માટે રાખવામાં આવેલી 365 દિવસની મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.