Get The App

ટ્રેનમાં ખાલી સીટ શોધવા TTE પાછળ ભાગવાની જરુર નથી, આ સરળ જુગાડથી સમય-પૈસા બંને બચશે

આ સુવિધા માટે તમારા મોબાઈલમાં IRCTC એપ હોવી જોઈએ

ટ્રેનમાં ખાલી સીટો શોધવા માટે એક ક્લિક કરી ખૂબ આસાનીથી ખાલી સીટો શોધી શકશો

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ટ્રેનમાં ખાલી સીટ શોધવા TTE પાછળ ભાગવાની જરુર નથી, આ સરળ જુગાડથી સમય-પૈસા બંને બચશે 1 - image
Image IRCTC

તા. 4 ઓક્ટોબર 2023, બુધવાર 

તહેવારની સિઝન શરુ થઈ હતી અને આ દરમ્યાન લોકોને ટ્રેનથી યાત્રા કરવાનું વધી જાય છે. અને આવામાં જો તમે ટ્રેનથી યાત્રા કરવાના હોવ અને તમારી ટિકિટ RAC માં જ હોય અથવા તમારી પાસે સીટ નથી તો હવે ટ્રેનમાં ખાલી સીટ છે કે નહી તે જાણવા માટે TTE પાછળ પાછળ પાછળ ભાગવાની કોઈ જરુર નથી. અમે તમને એક એવો સિસ્ટમ બતાવીએ કે જેના દ્વારા તમે જાતે જ ચેક કરી શકશો કે ટ્રેનમાં સીટ ખાલી છે કે નહીં. 

આ સુવિધા માટે તમારા મોબાઈલમાં IRCTC એપ હોવી જોઈએ અથવા વેબસાઈટ પર જઈને પણ ચેક કરી શકો છો. ટ્રેનમાં ખાલી સીટો શોધવા માટે એક ક્લિક કરી ખૂબ આસાનીથી ખાલી સીટો શોધી શકો છો.

આ રીતે આસાનીથી ટ્રેનમાં સીટ શોધી શકો છો

IRCTC App દ્વારા આ રીતે શોધી શકાય છે ખાલી સીટ

1.IRCTC App ઓપન કરો 

2.  ટ્રેન આઈકોન પર ક્લિક કરો

3. ત્યાર બાદ Chart Vacancy પર ક્લિક કરો. તેમા મોબાઈલ પર વેબ બ્રાઉજર પર રિઝર્વેશન ચાર્ટ પેજ ઓપન થઈ જશે.

4. પછી ટ્રેનનુ નામ/ નંબર અને બીજા બોક્સમાં બોડિંગ સ્ટેશન એન્ટર કરો. તે બાદ તમને ખાલી સીટો વિશેની માહિતી સ્ક્રીન પર જોવા મળશે. 

IRCTC Website દ્વારા આ રીતે શોધી શકાય છે ખાલી સીટ

1.IRCTC Website પર જઈ જ્યા તમને ટિકિટ બૂક બોક્સ છે તેના પર તમારે  Chart Vacancy નું ઓપ્શન જોવા મળશે.

2. તેના પર ક્લિક કરો. તે પછી રિઝર્વેશન ચાર્ટ ખુલી જશે.

3. પહેલા બોક્સમાં ટ્રેનનું નામ/ નંબર અને બીજા બોક્સમાં બોડિંગ સ્ટેશન એન્ટર કરો.

4. ત્યાર બાદ Get Train Chart  પર ક્લિક કરો. જેમા તમને ખાલી સીટો વિશે માહિતી મળી જશે.

ટ્રેનમાં ખાલી સીટ શોધવા TTE પાછળ ભાગવાની જરુર નથી, આ સરળ જુગાડથી સમય-પૈસા બંને બચશે 2 - image



Google NewsGoogle News