Get The App

ભારત ગૌરવ ટ્રેનથી કરો 7 જ્યોતિર્લિંગના દર્શન, IRCTC લાવ્યું જોરદાર ટૂર પેકેજ, જાણો કેટલો થશે ખર્ચ

આ યાત્રામાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
ભારત ગૌરવ ટ્રેનથી કરો 7 જ્યોતિર્લિંગના દર્શન, IRCTC લાવ્યું જોરદાર ટૂર પેકેજ, જાણો કેટલો થશે ખર્ચ 1 - image
Image  Envato & Wikipedia

તા. 19 સપ્ટેમ્બર 2023, મંગળવાર 

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા દેશ- વિદેશમાં વિવિધ સ્થળો પર ફરવા માટે ટુર પેકેજ લોન્ચ કરવામાં આવતાં હોય છે. આ સાથે ભારતીય રેલવે દ્વારા ધાર્મિક પ્રવાસન સ્થળો પર જવા માટે પણ ટુર પેકેજનું સંચાલન કરવામાં આવે છે. જેમા આ વખતે ભારતીય રેલવે દ્વારા ભારત ગૌરવ પર્યટન ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગની યાત્રા માટેનું પેકેજ જાહેર કર્યુ છે. આવો  IRCTC ના આ જ્યોતિલિંગ ટુર પેકેજ બાબતે વિસ્તાર પુર્વક જાણીએ. 

7 જ્યોતિર્લિંગ યાત્રા 

આ ટુર પેકેજનું નામ 7 જ્યોતિર્લિંગ રાખવામાં આવ્યું છે. જેની શરુઆત ગોરખપુરથી કરવામાં આવનાર છે. આ ટુર પેકેજમાં ટોટલ 767 બર્થ છે. તેમાંથી કંફર્ટ 49, સ્ટાન્ડર્ડ 70 અને ઈકોનોમી સીટો 648 છે. આ ટુર પેકેજ 17 નવેમ્બરથી 26 નવેમ્બર 2023 સુધી ચાલુ રહેશે. 

પેકેજમાં શું શું સામેલ છે. 

આ યાત્રામાં ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, સોમનાથ, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. 9 રાત્રી અને 10 દિવસના  આ પેકેજમાં 2 ટાયર એસી, 3 ટાયર એસી તથા સ્લીપર ક્લાસમાં યાત્રા કરી શકાય છે, તેમજ આ સાથે પેકેજમાં સવારે નાસ્તો, બપોરનું તેમજ રાત્રીનું શાકાહારી ભોજન આપવામાં આવશે. આ ઉપરાંત એસી/ નોન એસી બસો દ્વારા લોકલ વિસ્તારોમાં પણ લઆ જવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. 

આ ટુર પેકેજમાં આ પ્રમાણેનો ચાર્જ રહેશે

કેટેગરી ટ્રેન મુસાફરી સિંગલ / ડબલ / ત્રિપલ બાળકો (5-11)

કંફર્ટ          2 એસી            42200/- રુપિયા          40650/- રુપિયા 

સ્ટાન્ડર્ડ 3 એસી            31800/- રુપિયા          30500/- રુપિયા 

ઈકોનોમી SL                    18950/- રુપિયા          17850/- રુપિયા 



Google NewsGoogle News