Get The App

10 પાસ ઉમેદવારો માટે રેલવેમાં પરીક્ષા વિના નોકરીની તક, 3000 હોદ્દા પર ભરતી જાહેર

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
10 પાસ ઉમેદવારો માટે રેલવેમાં પરીક્ષા વિના નોકરીની તક, 3000 હોદ્દા પર  ભરતી જાહેર 1 - image


ભારતીય રેલવેમાં નોકરી મેળવવા માટે હાઈસ્કૂલ પાસ કરેલા અને આઈટીઆઈ કરેલા યુવાનો માટે આ એક મોટી તક છે. પશ્ચિમ મધ્ય રેલવેએ 3 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ આમંત્રિત કરી છે.જો હજુ સુધી તમે અરજી નથી કરી તો ઉમેદવારો આ પોસ્ટ માટે 14 જાન્યુઆરી 2024 સુધી અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 15મી ડિસેમ્બર 2023થી શરૂ થઇ છે. 

એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટેની અરજીઓ

રેલવેએ કુલ 3015 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે. આ તમામ હોદ્દા જુદા-જુદા વિભાગોમાં ભરવામાં આવશે, જેની અરજી કરવા માટે WCR ની સત્તાવાર વેબસાઇટ  wcr.Indianrailways.gov.in પર જઇને કરવાની રહેશે. 

કઇ પોસ્ટ માટે કેટલી જગ્યા

  • JBP ડિવિઝનમાં -1164 જગ્યા
  • BPL ડિવિઝનમાં -603 જગ્યા 
  • કોટા ડિવિઝનમાં -853 જગ્યા 
  • CRWS BPLમાં 170 જગ્યા 
  • WRS કોટામાં 196 જગ્યા  
  • HQ/JBPમાં કુલ 29 જગ્યા 

અરજી લાયકાત

રેલ્વેમાં આ ભરતીઓ માટે અરજી કરવા માટે કેટલીક લાયકાત છે. જેમ કે ઉમેદવારની ઉંમર 14મી ડિસેમ્બર 2023ના રોજ 15 વર્ષ પૂર્ણ કરવી જોઈએ અને મહત્તમ ઉંમર 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જ્યારે SC અને ST કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની અને OBC કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવી છે.

50 ટકા માર્કસ સાથે 10મું પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત અરજદાર પાસે સંબંધિત વેપારમાં ITI ડિગ્રી હોવી જોઈએ. પાત્રતા અને વય મર્યાદા વિશે વધુ માહિતી માટે ઉમેદવારો બહાર પાડવામાં આવેલી ભરતી જાહેરાત જોઈ શકે છે.

ફી 

  • સામાન્ય વર્ગના ઉમેદવારોએ 136 રૂપિયા ફી 
  • SC, ST, PWBD અને મહિલા ઉમેદવારો માટે અરજી ફી માત્ર -36 રૂપિયા 

આ રીતે થશે સિલેક્શન

એપ્રેન્ટિસ પોસ્ટ માટેના તમામ અરજદારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. 10 અને ITI માં મેળવેલા કુલ માર્કસના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે અને તે મુજબ પસંદગી કરવામાં આવશે.


Google NewsGoogle News