ભારતીય રેલવે મહિલાઓને આપે છે ખાસ સુવિધા, મળે છે કન્ફર્મ સીટ સહિત અન્ય 9 લાભ
ભારતીય રેલવે દ્વારા મહિલા મુસાફરોને વિશેષ લાભ આપવામાં આવે છે
Image Envato |
દેશભરમાં રોજ હજારો ટ્રેનો ચાલે છે અને તેમા કરોડો મુસાફરો મુસાફરી કરે છે. જેના કારણે રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતીય મહિલા મુસાફરો માટે રેલવે દ્વારા વિશેષ લાભ આપવામાં આવે છે. એટલે દરેક મહિલાઓએ રેલવેના આ ફાયદાઓ વિશે માહિતી રાખવી જરુરી છે, જેથી કરીને ક્યારેક એકલા મુસાફરી કરવાની હોય તો તેનો લાભ લઈ શકાય. ભારત સરકાર દ્વારા મહિલાઓ આરામદાયક અને કોઈપણ જાતની મુશ્કેલી વિના મુસાફરી કરી શકે તે માટે આ પ્રકારની સુવિધા આપવામાં આવે છે.જેની કેટલીક મહિલાઓને તે વિશે માહિતી નથી હોતી.
મહિલાની સુરક્ષાને લઈને કેટલાક કડક નિયમો છે
ભારતીય રેલવેમાં જ્યારે મહિલા એકલી મુસાફરી કરે છે અથવા તો બાળકો, મિત્રો કે પરિવાર સાથે છે તો પણ તેને આ લાભ મળે છે. સુરક્ષાને લઈને સરકારના કેટલાક કડક નિયમો છે, તે વિશે મહત્ત્વની માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે.
કોઈક સંજોગોમાં મહિલા પાસે ટિકિટ ન હોય તો TTE તેેને ટ્રેનમાંથી નીચે ઉતારી શકે નહીં
જો કોઈ કારણસર કોઈ મહિલા મોડી રાત્રે ટ્રેનમાં મુસાફરી કરી રહી છે, અને તેણે ટિકિટ ન લીધી હોય, ખોવાઈ ગઈ હોય અથવા તેની પાસે ટિકિટ ન હોય તો TTE તેને ટ્રેનમાંથી નીચે ઉતારી શકશે નહીં. જો ટીટીઈ દ્વારા મહિલા પર જીદ કરવામાં આવે, આવા કિસ્સામાં તે મહિલા રેલવે ઓથોરિટીને ફરિયાદ કરી શકે છે. આમ તો ટિકિટ વગર મુસાફરી કરવી ગુનો છે. અને જો નીચે ઉતારવામાં આવે તો તેને સુરક્ષિત સ્થળે પહોંચડવાની જવાબદારી આરપીએફ અથવા જીઆરપીની હોય છે. એટલે મહિલાની સિક્યુરિટીને ધ્યાનમા રાખીને તેને સુરક્ષિત જગ્યા પર પહોંચાડવામાં આવે છે.
2. સ્લીપર કોચમાં દરેક કોચમાં છથી સાત લોઅર બર્થનો કોટા હોય છે. 3 ટાયર એસીમાં દરેક કોચમાં ચારથી પાંચ નીેચેના બર્થ અને 2 ટાયર એસીમાં દરેક કોચમાં 3થી 4 નીચેનો બર્થનો કોટા હોય છે. આ એક એવો કોટા છે કે જેમા ગર્ભવતી મહિલાઓ, સીનિયર સિટીજનો, 45 વર્ષ અને તેનાથી વધારે ઉંમરની મહિલા મુસાફરો માટે નક્કી કરવામાં આવ્યો છે.
3. રેલવેની આ સિસ્ટમ ઓટોમેટિક છે, એટલા માટે વરિષ્ટ નાગરિકો, 45 વર્ષથી વધુ ઉંમરની મહિલા મુસાફરોને લોઅર બર્થ આપવાનો સરકારી જોગવાઈ ડિફોલ્ટ છે અને જો કોઈ વિકલ્પ આપવામાં ન આવે તો પણ લાગુ પડે છે. જો કે, તે સીટની ઉપલબ્ધતા પર નિર્ભર હોય છે.
4. ઓનલાઈન બુકિંગની વાત કરીએ તો રિઝર્વેશન ઓફિસોમાં કમ્પ્યુટરાઈઝ સિસ્ટમ લાગુ થઈ નથી અને જ્યા મહિલા મુસાફરો માટે અલગથી કાઉન્ટર પણ નથી. મહિલા મુસાફરોને સામાન્ય લાઈનોમાં લાગી રહેવાની જરુર નથી. જનરલ લાઈન સિવાય મહિલાઓ એક જ કાઉન્ટર પર અલગથી નવી લાઈન બનાવી શકે છે.
5. મેલ/એક્સપ્રેસ ટ્રેનોના કોચમાં મહિલા મુસાફરોને પણ અનરિઝર્વ્ડ ક્લાસમાં રહેવાની સુવિધા મળે છે. આ ઉપરાંત ઉપનગરીય ટ્રેનોમાં અલગ કંપાર્ટમેન્ટ /કોચ હોય છે. ઉપનગરીય ટ્રેન એટલે એવી ટ્રેન કે જે એક પેસેન્જર ટ્રેન છે અને તે 150 કિમી સુધીના નાના અંતર પર ચાલે છે.
6. જ્યાં પણ જરૂરી અને શક્ય હોય ત્યાં ભારતીય રેલ્વે દ્વારા મહિલાઓ માટે વિશેષ ટ્રેનો પણ ચલાવવામાં આવે છે, તેના વિશે તમે રેલ્વે ઓફિસમાંથી માહિતી મેળવી શકો છો.
7. કેટલાક મહત્ત્વપૂર્ણ સ્ટેશનો પર મહિલા મુસાફરો માટે ખાસ વેઈટિંગ રૂમ/હોલ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નિયમો મુજબ એક અલગ શૌચાલય હોવું જરૂરી છે. (એટલે કે પુરુષો અને સ્ત્રીઓ માટે કોમન ટોઈલેટ નહીં )
8. રેલવે સુરક્ષાદળ દ્વારા મુહિમ ‘મેરી સહેલી’ પણ ચલાવવામાં આવી છે, જે મહિલા મુસાફરોની પાસે જઈને પુછે છે કે તેમને કોઈ મુશ્કેલી તો નથી ને. કોઈ મુશ્કેલી હોય તો ઉકેલ લાવવામાં આવશે. જો કે આ સુવિધા લાંબી મુસાફરીની ટ્રેનોમાં જ હોય છે.
9. આ ઉપરાંત મહિલાઓ માટે રેલવે દ્વારા હેલ્પલાઈન પણ શરુ કરવામાં આવી છે. હેલ્પલાઈન નંબર 182 દ્વારા મહિલાઓ રાત- દિવસ ગમે ત્યારે સિક્યુરિટી માંગી શકો છો. આ નંબર સીધો ડિવિઝનલ સિક્યુરિટી કંન્ટ્રોલ રુમમાં લાગે છે. જે Railway Protection Force (RPF) અંતર્ગત છે. આ સુવિધા કોઈ પણ પ્રકારની ઈમરજન્સીમાં કામ આવે છે.