IRCTC Food: રેલવે દ્વારા દેશના સ્ટેશનો પર શુદ્ધ અને સ્વાદિષ્ટ ખોરાકની સુવિધા શરુ કરાઈ
FSSAIએ આ 150 રેલવે સ્ટેશનોને 'ઈટ રાઈટ સ્ટેશન' સર્ટિફિકેટ જારી કર્યું છે.
Image Twitter |
Safe, Healthy and Tasty food at Railway stations: આપણે જ્યારે લાંબી યાત્રા કરવાની હોય ત્યારે હંમેશા ટ્રેનની મુસાફરી પસંદ કરતાં હોઈએ છીએ. પરંતુ યાત્રા શરુ થતાંની સાથે કેટલીક ચિંતાઓ સતાવતી હોય છે, જેમા ઘરથી બહાર નીકળ્યા પછી ઘર જેવું જમવાનું ન મળતા થોડી મુશ્કેલી પડતી હોય છે. ક્યારેક ઘરથી બનાવીને લઈ જતા હોઈ છીએ પરંતુ મુસાફરી લાંબી હોય તો ઘરેથી બનાવેલુ ભોજન 36 કલાક પછી બગડી જાય છે, પરંતુ હવે રેલવે દ્વારા તમારુ આ ટેન્શન હળવું કરી દેવામાં આવ્યું છે. હવે જમવાનું ટેન્શન ઘરમાં જ છોડીને કરો યાત્રા. કારણ કે રેલવેએ દેશભરના ઘણા સ્ટેશનો પર શુદ્ધ, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ખોરાકની કરી વ્યવસ્થા કરી છે. આ આર્ટિકલમા તેની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે.
ટ્રેનમાં લાંબી મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોને અનેક પ્રકારની ચિંતાઓ હોય છે, તેમાં સૌથી મોટી ચિંતા ભોજનની છે. જો તમને ચિંતા હોય કે તમને ઘરેથી બનાવેલું ભોજન મળશે કે ટ્રેનની પેન્ટ્રી કારમાં ખાવા મળશે કે ક્યાંકથી કંઈક ખરીદીને ખાઈશું, તો ભારતીય રેલ્વેએ તે સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી ઉપાડી છે. આનો દાવો કરતાં રેલવેએ લગભગ 150 સ્ટેશનોની યાદી બહાર પાડી છે જ્યાં તમને સ્વાદિષ્ટ અને સ્વચ્છ ભોજન મળી રહેશે.
દેશભરના 150 રેલ્વે સ્ટેશનોને FSSAI એ પ્રમાણપત્ર જારી કર્યા
ભારતીય રેલ્વેનું નેટવર્ક ઘણું મોટું છે. દેશભરમાં 18 હજારથી વધુ સ્ટેશનો એવા છે જ્યાં પેસેન્જર ટ્રેન, સ્પેશિયલ અને પ્રીમિયમ ટ્રેનો ઊભી રહે છે કે પસાર થાય છે. ભારતીય રેલ્વેના દેશભરના 150 રેલ્વે સ્ટેશનોને FSSAI એ પ્રમાણપત્ર જારી કર્યા છે, જે મુજબ તેઓ તમામ સ્ટેશન કેટરિંગ પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. FSSAIએ આ 150 રેલવે સ્ટેશનોને 'ઈટ રાઈટ સ્ટેશન' સર્ટિફિકેટ જારી કર્યું છે. સ્વાભાવિક છે કે આનાથી દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા લાખો મુસાફરોને ફાયદો થશે. FSSAI એ મેટ્રો સ્ટેશનોને પણ આ પ્રમાણપત્ર જારી કર્યું છે.
કયા સ્ટેશનોને 'ઇટ રાઇટ સ્ટેશન'નું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે
દેશની રાજધાની દિલ્હીના નવી દિલ્હી, જૂની દિલ્હી, નરેલા, હઝરત નિઝામુદ્દીન, આનંદ વિહાર અને ઓખલા સ્ટેશનને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હી યુનિવર્સિટી અને આઈઆઈટી કાનપુર મેટ્રો સ્ટેશન, નોઈડાના ઈલેક્ટ્રોનિક સિટી મેટ્રો સ્ટેશન અને સેક્ટર 51 મેટ્રો સ્ટેશન પર સારું ભોજન મળશે. આ સ્ટેશનોમાં પંજાબના ભટિંડા, લુધિયાણા, ફગવાડા, ફિરોઝપુર કેન્ટ, જલંધર સ્ટેશનનો સમાવેશ થાય છે.
યુપીના આ સ્ટેશનો પર મુસાફરો સ્વાદિષ્ટ ભોજન કરી શકશે
જ્યારે ઉત્તર પ્રદેશમાં બનારસ, વારાણસી કેન્ટ, ગોરખપુર, અયોધ્યા, કાનપુર, ઝાંસી, મેરઠ સિટી રેલ્વે સ્ટેશન, લખનૌ, બાદશાહનગર (લખનૌ), આગ્રા, પ્રયાગરાજ રેલ્વે સ્ટેશન પર સ્વચ્છ ખોરાક ઉપલબ્ધ થશે.
એમપીના આ સ્ટેશનો પર પણ મજા આવશે
મધ્યપ્રદેશના બેતુલ, નાગદા, મૈહર, સતના, કટની મુરવારા, કટની જંકશન, જબલપુર, રીવા, ઉજ્જૈન, ડબૌરા, રૂથિયાઈ, ગુના, ખુરાઈ, મક્રોનિયા, ભોપાલ, હબીબગંજ, ગ્વાલિયર, સૌગોર સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યા તમને સ્વાદિષ્ટ ભોજન મળી રહેશે.
રાજસ્થાનના આ સ્ટેશનો પર મળી રહેશે સ્વાદિષ્ટ ભોજન
રંગીલા રાજસ્થાનના કોટા, જોધપુર, રાજસ્થાનના બિકાનેર, જયપુરના ગાંધીનગર અને જયપુર જંક્શન, અલવર, અજમેર સ્ટેશનો પર સારું ભોજન મળી રહેશે. આ સિવાય ઉત્તરાખંડનું હરિદ્વાર સ્ટેશન, ગુજરાતનું આણંદ રેલવે અને વડોદરા સ્ટેશન, બિહારનું રાજેન્દ્ર નગર પટના, હિમાચલ પ્રદેશનું શિમલા અને જમ્મુ-કાશ્મીરનું માતા વૈષ્ણો દેવી સ્ટેશન આ યાદીમાં સામેલ છે.