Get The App

વેઈટિંગમાં હોય ટિકિટ તો નહીં આપવો પડે એક પણ રૂપિયો, ખૂબ જ કામનું છે IRCTCનું આ ફિચર

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
IRCTC Ticket

IRCTC iPay Feature: આપણે જયારે ટ્રેનની ટિકિટ બુક કરાવીએ છીએ. ત્યારે જો ટિકિટ કન્ફર્મ ન થઇ હોય તો પણ પૈસા કપાઈ જતા હોય છે. પરંતુ આ સમસ્યાના નિવારણ માટે IRCTC લાવ્યું છે iPay ઓટો પે ફીચર જે તમારા માટે ઉપયોગી બનશે. તો ચાલો જાણીએ શું છે આ નવું ફીચર.......

ભારતીય રેલ્વેમાં બે પ્રકારની મુસાફરી થઇ શકે છે. એક રિઝર્વ અને બીજી અનરિઝર્વ. રિઝર્વ મુસાફરીમાં પહેલેથી જ સીટ બુક થઇ જાય છે અને બુક થયેલી સીટ પર તમે મુસાફરી કરી શકો છો. જયારે અનરિઝર્વ મુસાફરીમાં સ્ટેશને જઈને જનરલની ટિકિટ લઈને જનરલ ડબ્બામાં કોઈ પણ સીટ પર બેસી શકો છો. જનરલ કોચમાં લાંબી મુસાફરી કરવી મુશ્કેલ હોય છે. તેથી જ લોકો મુસાફરી દરમિયાન અગાઉથી રિઝર્વેશન કરાવે છે. જેથી મુસાફરી દરમિયાન તેમને હેરાન ન થવું પડે. પરંતુ કેટલીકવાર રિઝર્વેશન મળવું મુશ્કેલ બની જાય છે. ઘણી વખત બુકિંગ કરતી વખતે તમને કન્ફર્મ સીટ મળતી નથી. અને જો ફરીથી ટિકિટ બુક કરવો તો બંને વખત પૈસા કપાઈ જાય છે. ટિકિટ બુકિંગ કરાવતી સમયે ઘણાં લોકોના ખાતામાં પૂરતા પૈસા હોતા નથી. આ માટે આઈઆરસીટીસી નવું ફીચર લાવ્યું છે. જેમાં તમારી ટિકિટ કન્ફર્મ થશે તો જ પૈસા કપાશે.

આઈઆરસીટીસીનું ઓટો પે ફીચર

જયારે આપણે ટિકિટ બુક કરાવીએ છીએ ત્યારે ક્યારેક સીટ ખાલી ન હોવાથી ટિકિટ વેઇટિંગમાં બતાવે છે અને ટિકિટ કન્ફર્મ થતી નથી. અને એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે. હવે રેલ્વે આ સમસ્યાના ઉકેલ માટે નવી સુવિધાજનક ફીચર લાવી છે. જ્યારે મુસાફરો ટિકિટ બુક કરાવે છે. ત્યારે જો ટિકિટ કન્ફર્મ થાય તોજ તેમના ખાતામાંથી પૈસા કપાશે.

આ નવા ફીચરનું નામ છે iPay Auto Pay તમે આઈઆરસીટીસી એપ અથવા આઈઆરસીટીસી વેબસાઇટ દ્વારા iPay સુવિધાનો ઉપયોગ કરી શકો છો. જો તમે આના દ્વારા ટિકિટ બુક કરાવો છો તો તરત જ તમારા ખાતામાંથી પૈસા કપાશે નહીં. તેના બદલે તમારી ટિકિટની રકમ તમારા ખાતામાંથી બ્લોક/હોલ્ડ કરવામાં આવશે. તમારી ટિકિટ કન્ફર્મ થશે ત્યારે જ ખાતામાંથી પૈસા કપાશે.

રીફંડ પણ સરળતાથી મળશે

જો તમે આ સુવિધા દ્વારા ટિકિટ બુક કરો છો. અને જો તમારી ટિકિટ રદ થઈ જાય તો તમારે રિફંડ મેળવવા માટે રાહ નહીં જોવી પડે. iPay સાથે જોડાયેલ એકાઉન્ટ પરથી હોલ્ડ તરત જ દૂર થઇ જશે.


Google NewsGoogle News