રેલવેેએ ટ્રેન અકસ્માતના પીડિતોને અપાતા વળતરમાં 10 ગણો વધારો કર્યો, હવે મળશે આટલા રુપિયા

રેલવે અધિનિયમ 1989 ટ્રેન દુર્ઘટના અને અપ્રિય ઘટનાઓમાં વળતરની જવાબદારી નક્કી કરે છે

રેલવે દ્વારા છેલ્લી વખત એક્સ- ગ્રેશિયાની રકમ વર્ષ 2012 અને 2013માં સુધારો કરવામાં આવ્યો હતો

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
રેલવેેએ ટ્રેન અકસ્માતના પીડિતોને અપાતા વળતરમાં 10 ગણો વધારો કર્યો, હવે મળશે આટલા રુપિયા 1 - image


Indian railways : રેલવે બોર્ડે એક મોટો નિર્ણય કર્યો છે જેમાં રેલવે અક્સ્માતના પીડિતોને આપવામાં આવતા વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ રેલ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે તેમજ ઈજાગ્રસ્ત થાય તો પહેલા કરતા તેને 10 ગણું વધારે વળતર મળશે. આ પહેલા રેલવે દ્વારા છેલ્લી વખત એક્સ- ગ્રેશિયાની રકમ વર્ષ 2012 અને 2013માં સુધારો કરવામાં આવ્યો હતો.

હવે વળતરમાં આટલા રુપિાયા મળશે

PTIની રિપોર્ટ મુજબ રેલવે તરફથી મળતી જાણકારી મુજબ ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તેમજ ઈજાગ્રસ્ત થયેલા યાત્રીના પરિજનોને આપવામાં આવતા વળતરની રકમમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેલવેના 18મી સપ્ટેમ્બરના જાહેર કરાયેલા પરિપત્રની તારીખથી જ આ લાગુ થઈ જશે. આ નવા વળતરની રકમમાં વધારો થયા બાદ હવેથી ટ્રેન દુર્ઘટનામાં મૃતક યાત્રીઓના પરિજનોને 50 હજારની બદલે 5 લાખ રુપિયા મળશે જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાત્રીઓને 25 હજારની બદલે 2.5 લાખ રુપિયા આપવામાં આવશે. આ સિવાય નજીવી ઈજા થનારા યાત્રીઓને 5 હજારને બદલે 50 હજાર રુપિયા મળશે. 

30 દિવસથી વધુ હોસ્પિટલમાં રહેવા માટે વધારાની રકમ

રેલવે બોર્ડે દ્વરા જણાવવામાં આવ્યું હતું કે ટ્રેન દુર્ઘટનાના કિસ્સામાં જો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મુસાફર 30 દિવસથી વધુ સમયથી હોસ્પિટલમાં દાખલ થવા પર તેમને વધારાની રકમ આપવાની પણ જાહેરાત કરવામા આવી છે જેમા દર 10 દિવસના સમયગાળાના અંતે અથવા રજાની તારીખે બે માંથી જે વહેલું હોય તે દિવસે 3 હજાર પ્રતિ દિવસ આપવામાં આવશે. આ ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રેલવે અધિનિયમ 1989 ટ્રેન દુર્ઘટના અને અપ્રિય ઘટનાઓમાં મુસાફરોના મૃત્યુ અથવા ઈજા માટે વળતરની જવાબદારી નક્કી કરે છે. આ અપ્રિય ઘટનાઓમાં આતંકવાદી હુમાલો, હિંસક હુમલો અને ટ્રેન લૂટ જેવા ગુનાઓનો સમાવેશ પણ થાય છે.


Google NewsGoogle News