VIDEO: PM મોદીથી લઈને જમ્મુ-કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લા સુધીના નેતાઓએ આ રીતે ઉજવી દિવાળી
Politician Celebrates Diwali : ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે (31 ઓક્ટોબર) દિવાળીની ઉજવણી થઇ રહી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સહિત અનેક રાજકીય નેતાઓએ પણ દિવાળી ઉજવી હતી.
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી
દિવાળીના અવસરે વડાપ્રધાન મોદીએ ગુરુવારે (31 ઓક્ટોબર) રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી તેમને પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાને સૈનિકો સાથે ઉજવી દિવાળી
વડાપ્રધાન મોદીએ ગુજરાતના કચ્છમાં ભારતીય સેનાના સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. તેમણે સેનાના જવાનોને મિઠાઇ ખવડાવી દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે દેશના તમામ સૈન્ય જવાનો અને નાગરિકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શુભેચ્છાઓ પાઠવી હતી.
મમતા બેનરજીના ઘરે દિવાળીની પૂજા
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ તેમના કોલકાતા સ્થિત આવાસ પર પૂજા કરી દિવાળીની ઉજવણી કરી હતી.
મનોજ તિવારીએ દીવ પ્રગટાવ્યા
ભાજપના સાંસદ મનોજ તિવારીએ તેમના ઘરે પરિવાર સાથે લક્ષ્મી પૂજા કરી ઘરમાં દીવા પ્રગટાવ્યા હતા. આ ઉપરાંત તેમણે દેશના લોકોને દિવાળીનું શુભેચ્છાઓ પાઠવી હતી.
ઓમર અબ્દુલ્લાએ શુભેચ્છાઓ પાઠવી
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરી લખ્યું કે, 'જે લોકો આજે દિવાળી ઉજવી રહ્યા છે, તેમને મારી તરફથી દિવાળીની ખૂબ શુભેચ્છાઓ. દીવાઓના અજવાશથી આપણા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યનું સંચાર થાય. મને આશા છે કે આ તહેવાર આપણા ઘરોમાં શાંતિ અને આનંદ લઇને આવશે.'