સંસદમાં હવે જુમલાજીવી, કોરોના સ્પ્રેડર, જયચંદ જેવા શબ્દો બોલવા પર પ્રતિબંધ
નવી દિલ્હી,તા.14 જુલાઈ 2022,ગુરૂવાર
સંસદના બંને ગૃહમાં દલીલ અને ચર્ચા દરમિયાન ઉપયોગમાં લેવાતા શબ્દોને લઈને નવી ગાઈડલાઈન બહાર પડાઈ છે.
લોકસભા સચિવાલયે બીનસંસદીય શબ્દોની એક એવી લિસ્ટ તૈયાર કરી છે જેમાં કેટલાક શબ્દોનો સમાવેશ કરાયો છે અને તે શબ્દનો ઉપયોગ સંસદમાં હવે નહીં કરી શકાય.
આ શબ્દો નીચે પ્રમાણે છે..
જુમલાજીવી
કોરોના સ્પ્રેડર
જયચંદ
શકુનિ
લોલીપોપ
ચંડાળ ચોકડી
પિઠ્ઠુ
પાખંડ
નાટક
સ્નૂપગેટ
બાળબુધ્ધિ
વિશ્વાસઘાત
શરમિંદા
વિશ્વાસઘાત
આ પ્રકારના શબ્દોનો કોઈ ઉપયોગ કરશે તો તેને સંસદની કાર્યવાહીનો હિસ્સો પણ નહીં માનવામાં આવે. દરમિયાન ટીએમસીના સાંસદ મહુઆ મોઈત્રાએ આ બાબતને લઈને સરકાર પર નિશાન સાધ્યુ છે.
ટીએમસી સાંસદનુ કહેવુ છે કે, લોકસભા અને રાજ્યસભાના નવા લિસ્ટમાં સંઘી શબ્દ સામેલ નથી. આ યાદી જાહેર કરવાનુ ખરુ કારણ તો એ છે કે, પ્રતિબંધિત કરાયેલા તમામ શબ્દોનો ઉપયોગ વિપક્ષો દ્વારા ભાજપ સામે કરવામાં આવતો હતો.
શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યુ હતુ કે, હવે માત્ર વાહ મોદીજી વાહ..જ બોલવાનુ બાકી રહ્યુ છે.