WFI પર IOAએ એડહોક કમિટિનું કર્યું ગઠન, ઓલિમ્પિક એસોસિએશને ભૂપિન્દર સિંહ બાજવાને સોંપી કમાન
Image Source: Twitter
- કેન્દ્રીય ખેલ મંત્રાલયે રવિવારે WFIને સસ્પેન્ડ કરી દીધુ હતું
નવી દિલ્હી, તા. 27 ડિસેમ્બર 2023, બુધવાર
ભારતીય ઓલિમ્પિક સંઘે આજે એક મોટો નિર્ણય લીધો છે. IOA એ ત્રણ સભ્યોની એડહોક કમિટીની રચના કરી છે. ભૂપિન્દર સિંહ બાજવાને કમિટિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સભ્યોમાં એમએમ સૌમ્યા અને મંજુષા કુંવર રહેશે.
આ નિર્ણય ભારતીય ઓલિમ્પિક સંઘે ભારતીય WFIને સસ્પેન્ડ કર્યાના ત્રણ દિવસ બાદ લીધો છે. કેન્દ્રીય ખેલ મંત્રાલયે રવિવારે WFIને સસ્પેન્ડ કરી દીધુ હતું. તેની પાછળ મંત્રાલયે કહ્યું હતું કે નવી ચૂંટાયેલી સંસ્થાએ પ્રક્રિયાનું પાલન ન કર્યું અને પહેલવાનોને તૈયારી માટે પૂરતો સમય આપ્યા વિના અંડર-15 અને અંડર-20 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના આયોજનની ઉતાવળમાં ઘોષણા કરી દીધી.
તાજેતરમાં જ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહને WFIના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ બ્રિજ ભૂષણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોને લઈને પ્રદર્શન કરનારા પ્રમુખ ચહેરા વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાએ વિરોધ કર્યો હતો.