Get The App

Underwater Swarm Drones: દરિયાઈ સીમા સુરક્ષા માટે 'રક્ષક', જાણો કેવી રીતે કરશે કામ

ભારતીય નેવી 'સ્વાવલંબન 2023'માં ઘણા શસ્ત્રોનું પ્રદર્શન કરવા જઈ રહી છે, જેમાં સૌથી વધુ ચર્ચિત મુદ્દો અંડરવોટર સ્વોર્મ ડ્રોન્સનો છે

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
Underwater Swarm Drones: દરિયાઈ સીમા સુરક્ષા માટે 'રક્ષક', જાણો કેવી રીતે કરશે કામ 1 - image


Indian Navy: ભારતીય નેવી મજબુત બનવા માટે સ્વદેશી હથિયારોની મદદ લઇ રહી છે. જેના અંતર્ગત 'સ્વાવલંબન 2023' તરીકે જાણીતો એક સેમીનાર દિલ્હીમાં યોજાવા જઈ રહ્યો છે. આ સેમિનારમાં નેવી તેની 75 નવી ટેકનોલોજી રજૂ કરશે. અધિકારીઓનું કહેવું છે કે નેવી બતાવશે કે છેલ્લા એક વર્ષમાં અમુક વિસ્તારોમાં કેવા પ્રકારની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. તેમાં અનેક પ્રકારના શસ્ત્રો પર દરેકની નજર રહેશે.

નેવી દ્વારા હથિયારોનું પ્રદર્શન 

નેવી તરફથી જે હથિયારોનું પ્રદર્શન કરવામાં આવશે તેમાં અંડરવોટર સ્વાર્મ ડ્રોન, ઓટોનોમસ વેપનાઇઝ્ડ બોટ સ્વોર્મ, બ્લુ-ગ્રીન લેસર ફોર અંડરવોટર એપ્લીકેશન્સ, મલ્ટીપલ ફાયર ફાઇટિંગ સિસ્ટમ્સ અને નાના ડ્રોનનો સમાવેશ થાય છે. આ શસ્ત્રોની ઓળખ નેવી દ્વારા કરવામાં આવી છે, જ્યારે તેને તૈયાર કરવાનું કામ સ્થાનિક સ્ટાર્ટઅપ્સ અને નાની કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જો કે, આ હથિયારોમાં સૌથી વધુ ચર્ચિત વિષય અંડરવોટર સ્વોર્મ ડ્રોન્સ છે.

અંડરવોટર સ્વાર્મ ડ્રોન શું છે?

અંડરવોટર સ્વાર્મ ડ્રોનને અનમૈન્ડ અંડરવોટર વ્હીકલ (UUV)ના નામે પણ ઓળખવામાં આવે છે. આ ડ્રોનને પાણીની અંદર ઓપરેટ કરવામાં આવે છે. જેમાં કોઈ પણ સૈનિકને બેસવાની જરૂર પડતી નથી. આ હથિયારને બે કેટેગરીમાં વિભાજીત કરી શકાય છે. જેમાં એક રિમોટલી ઓપરેટેડ અંડરવોટર વ્હીકલ છે, જે એક સૈનિક દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. જયારે બીજું ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ છે, જે ઈનપુટ વગર જ ઓટોમેટીક કામ કરે છે. 

દરિયામાં પેટ્રોલિંગનું કામ હવે સરળ

અંડરવોટર સ્વાર્મ ડ્રોનની રિમોટલી ઓપરેટેડ અંડરવોટર વ્હીકલ કેટેગરીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. એક ઓપરેટરની મદદથી કંટ્રોલ થતું આ હથિયાર દરિયામાં પેટ્રોલિંગનું કામ કરે છે. અંડરવોટર સ્વાર્મ ડ્રોનથી હજારો કિલોમીટરનું અંતર કાપી શકાય છે. આ સાથે જ તેની મદદથી દરિયામાં હજારો મીટરની ઊંડાઈ સુધી પણ જઈ શકાય છે.  

ઈન્ટેલીજન્સ એક્ટીવીટીની તપાસ બનશે ઝડપી

નેવીનો હેતુ આ ડ્રોનનો સંપૂર્ણ કાફલો તૈનાત કરવાનો છે. વધુ સંખ્યામાં અંડરવોટર ડ્રોન હશે, જે પાણીની અંદર જઈને પેટ્રોલિંગનું કામ કરશે. આ ઉપરાંત, આ ડ્રોન દ્વારા સમુદ્રની નીચે થતી ઈન્ટેલીજન્સ એક્ટીવીટી પણ શોધી શકાય છે. અમેરિકા, ચીન સહિત ઘણા દેશો આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને હવે ભારતને પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની શરૂઆત થશે.

અંડરવોટર સ્વાર્મ ડ્રોનની જરૂર કેમ પડી?

ચીન ડ્રોનની બાબતમાં ઘણું આગળ છે. હિંદ મહાસાગરમાં દેખરેખ અને સર્ચ ઓપરેશન માટે ચીનની સેના લાંબા સમયથી અંડરવોટર ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. મોટી સંખ્યામાં ડ્રોન તૈનાત કરીને ચીનને પાણીની અંદર વધુ ફાયદો થાય છે. તેના દ્વારા ચીન હિંદ મહાસાગરમાં ભારતીય જહાજોની જાસૂસી પણ કરી શકે છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને ભારતીય નેવીએ અંડરવોટર સ્વૉર્મ ડ્રોન મૂકી રહી છે જેથી ચીનના જહાજો પર નજર રાખી શકાય.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.  


Google NewsGoogle News