ભારતીય નૌકાદળની અરબી સમુદ્રમાં આક્રમક યુદ્ધ કવાયત, એકસાથે આઠ સબમરીને કર્યું શક્તિ પ્રદર્શન

વાઇસ એડમિરલ સંજય જે. સિંહે અભ્યાસના સંચાલનની સમીક્ષા કરી

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
ભારતીય નૌકાદળની અરબી સમુદ્રમાં આક્રમક યુદ્ધ કવાયત, એકસાથે આઠ સબમરીને કર્યું શક્તિ પ્રદર્શન 1 - image
Image:Twitter

India Navy News : ભારતીય નૌકાદળની આઠ સબમરીનોએ અરબ સાગરમાં એક યુદ્ધાભ્યાસમાં ભાગ લીધો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ કિનારે અરબ સાગરમાં તાજેતરમાં પૂર્ણ થયેલી આ કવાયતમાં આઠ સબમરીનોએ એકસાથે ભાગ લીધો હતો અને શક્તિ પ્રદર્શન કર્યું હતું.

ટ્વિટ કરીને આપી માહિતી

વેસ્ટર્ન નેવલ કમાન્ડે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વાઇસ એડમિરલ સંજય જે. સિંહે અભ્યાસના સંચાલનની સમીક્ષા કરી હતી. તેમણે આ ગ્રૂપના પ્રોફેશનલ અને શાનદાર આચરણની પ્રશંસા કરી હતી.

વાઈસ-એડમિરલે સબમરીન કવાયતની સમીક્ષા કરી

વેસ્ટર્ન નેવલ કમાન્ડે પોસ્ટે કહ્યું કે આ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે વાઇસ-એડમિરલે સબમરીનની નીચલી સપાટી પણ જોઈ અને સબમરીન ચાલકોની પરંપરા અનુસાર દરિયાના પાણીનો સ્વાદ ચાખ્યો હતો.   નૌકાદળના વડા એડમિરલ હરિ કુમારે એડનની ખાડી, અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં એન્ટી-ડ્રોન, મિસાઈલ વિરોધી અને ચાંચિયાગીરી વિરોધી હુમલાઓ વિરુદ્ધ નૌકાદળના ઓપરેશનના 100 દિવસ પૂરા થવા પર મીડિયાને સંબોધિત કર્યું. તેમણે કહ્યું કે નેવી આવી ઘટનાઓને રોકવા માટે સકારાત્મક પગલાં લેવાનું ચાલુ રાખશે.

નેવી પાસે 11 સબમરીન અને 30 યુદ્ધ જહાજ છે

તેમણે કહ્યું કે ઓપરેશન સંકલ્પે નાના અને ઝડપી અભિયાનોના મિથકને તોડ્યો છે અને મહાસાગરોમાં સુરક્ષા અને સ્થિરતાને સુનિશ્ચિત કરવા માટે સતત અભિયાન ચલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કામગીરીની ગતિ એકદમ ઝડપી છે અને આપણી પાસે સમુદ્રના વિવિધ ભાગોમાં 11 સબમરીન અને 30 યુદ્ધ જહાજ છે, જે તમામ ક્ષેત્રોમાં સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

ભારતીય નૌકાદળની અરબી સમુદ્રમાં આક્રમક યુદ્ધ કવાયત, એકસાથે આઠ સબમરીને કર્યું શક્તિ પ્રદર્શન 2 - image


Google NewsGoogle News