અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું વધુ એક સફળ ઓપરેશન, 19 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા

સોમાલી ચાંચિયાએ માછીમારી જહાજને હાઇજેક કરી લીધું હતું

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું વધુ એક સફળ ઓપરેશન, 19 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા 1 - image


INS Sumitra: ભારતીય યુદ્ધ જહાજ INS સુમિત્રાએ સોમવારે 19 પાકિસ્તાની ખલાસીઓને બચાવી લીધા છે. સોમાલી ચાંચિયાએ માછીમારી જહાજને હાઇજેક કરી લીધું હતું. સોમાલી ચાંચિયાઓ સામે ભારતીય નૌકાદળની કાર્યવાહી ચાલુ છે. 

ચાંચિયાઓ સામે INS સુમિત્રાનું વધુ એક ઓપરેશન

ભારતીય નૌકાદળે આજે અરબી સમુદ્રમાં 19 પાકિસ્તાની ખલાસીઓને સોમાલી ચાંચિયાઓની ચુંગાલમાંથી બચાવ્યા હતા. નૌકાદળે મેસેજ મળતા જ તરત જ કાર્યવાહી કરી અને પાકિસ્તાની નાગરિકોને બચાવી લીધા હતા.  એક ભારતીય સંરક્ષણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ કોચીના દરિયાકાંઠેથી લગભગ 800 નોટિકલ માઈલ દૂર પૂર્વી સોમાલિયા નજીક ચાંચિયાઓ દ્વારા હાઇજેક કરાયેલા ફિશિંગ જહાજ 'અલ નૈમી' અને તેના ક્રૂને બચાવ્યા હતા.  

અગાઉ ઈરાની જહાજને બચાવ્યું હતું

ભારતીય નૌકાદળે એક દિવસ પહેલા પણ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ INS સુમિત્રાએ સોમાલી ચાંચિયાઓ દ્વારા અપહરણ કરાયેલા માછીમારોને બચાવ્યા હતા. ચાંચિયાઓએ ઈરાની જહાજને હાઈજેક કર્યું હતું, જેમાં લગભગ 17 ક્રૂ મેમ્બર સવાર હતા. આ સાથે જ ભારતીય નૌકાદળે 24 કલાકની અંદર બીજી વખત માછીમારી કરતા જહાજને બચાવ્યું છે.

અરબી સમુદ્રમાં ભારતીય નૌકાદળનું વધુ એક સફળ ઓપરેશન, 19 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યા 2 - image


Google NewsGoogle News