Get The App

Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીત કરશો અરજી

ભારતીય નૌકાદળમાં નૌકાદળ ડોકયાર્ડ, વિશાખાપટનમમાં ટ્રેડ એપ્રેન્ટિસના પદો પર ભરતીના જાહેરાત આવી છે.

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, જાણો કેવી રીત કરશો અરજી 1 - image

તા. 21 નવેમ્બર 2023, મંગળવાર 

ભારતીય નૌકાદળમાં નૌકાદળ ડોકયાર્ડ, વિશાખાપટનમમાં ટ્રેડ એપ્રેન્ટિસના પદો પર ભરતીના જાહેરાત આવી છે. અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો નીચે આપેલી વિગતો વાચી અરજી કરી શકે છે. 

Indian Navy Recruitment 2023: ભારતીય નૌકાદળમાં નૌકાદળ ડોકયાર્ડ, વિશાખાપટનમમાં ટ્રેડ એપ્રેન્ટિસના પદો પર ભરતી માટે યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. જેમા અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ apprenticeshipindia.gov.in પર જઈને એપ્રેન્ટિસશિપની આ જગ્યાઓ પર અરજી કરી શકે છે. 

અરજી કરવાની છેલ્લી તારીખ 

આ ભરતી માટે ઉમેદવારોએ 1 જાન્યુઆરી 2024 સુધીમાં અરજી કરવાની રહેશે. ભરતી અભિયાનનું લક્ષ્ય વિવિધ ટ્રેડોમાં એપ્રેન્ટિસ માટે કુલ  275 જગ્યાઓ ભરવાની છે. 

પરીક્ષાની તારીખ 

નૌસેવા એપ્રેન્ટિસ ભરતી પરીક્ષા 28 ફેબ્રુઆરી 2024માં આયોજીત કરવાની છે, અને તેનું પરિણામ 2 માર્ચ 2024મા જાહેર કરવામા આવશે.

અરજી કરવા માટે વય મર્યાદા

કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય (MSDE) પ્રમાણે એપ્રેન્ટિસશીપ તાલીમ માટે કોઈ ઉપરી વય મર્યાદા નથી. પરંતુ ઉમેદવારોની ઉંમર 14 વર્ષથી ઓછી ન હોવી જોઈએ  તેમજ જોખમી વ્યવસાયો માટે ઓછામાં ઓછા 18 વર્ષ છે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ ઓછામાં ઓછા 55% સાથે SSC/Matriculation/STD X અથવા  ઓછામાં ઓછા 65% સાથે  ITI (NCVT/SCVT) પાસ થયેલ હોવા જોઈએ. 

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષા અને શારીરિક ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે અને તે પછી તેમના દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને  તેમના પ્રદર્શનના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત વધુ માહિતી માટે અધિકૃત વેબસાઇટ પર જઈ સૂચના જોઈ શકશે. 



Google NewsGoogle News