ગુજરાતના દરિયામાં ઝડપાયેલા ડ્રગ્સમાં દાઉદના સાથીદાર હાજી અલીનો હાથઃ NCBનું નિવેદન

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
ગુજરાતના દરિયામાં ઝડપાયેલા ડ્રગ્સમાં દાઉદના સાથીદાર હાજી અલીનો હાથઃ NCBનું નિવેદન 1 - image


Navy NCB Operation Sagar Manthan : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારે (28 ફેબ્રુઆરી) ઓપરેશન સાગર મંથન હેઠળ દેશની અત્યાર સુધીની સૌથી મોટી ડ્રગ્સ ખેપને પકડી પાડી હતી. સૌરાષ્ટ્રનાં સમુદ્રકાંઠે યુવાધનને બરબાદ કરવા માટે મોટાપાયે ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. કોસ્ટગાર્ડ એન્ટી ટેરરીસ્ટર સ્કવોડ અને NCBએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી પોરબંદર નજીકનાં દરિયામાંથી 3272 કિલો ડ્રગ્સનાં જથ્થા સાથે પાંચ ક્રૂમેમ્બર્સને ઝડપી લીધા હતા. ત્યારબાદથી આ તમામ આરોપીઓની સઘન પુછતાછ હાથ ધરવામાં આવી રહી છે. આ અગાઉ એનસીબીની ટીમ માત્ર જમીન પર જ ડ્રગ્સને લઈને ઓપરેશન કરતી હતી, પરંતુ આ ઓપરેશનમાં નેવી અને ગુજરાત ATSની મદદથી NCBએ 3300 કિલો ડ્રગ્સ ઝડપીને ઈતિહાસ રચી દીધો.

ડ્રગ્સ મોકલવામાં દાઉદના નજીકના હાજી અલીનો હાથ

આ ડ્રગ્સની કિંમત ઈન્ટરનેશનલ માર્કેટમાં અંદાજિત 1300 કરોડ રૂપિયા છે. આ અંગે એનસીબીએ પાંચ આરોપીઓની ધરપકડ થઈ હતી, જેમાંથી એક પાકિસ્તાની છે અને ચાર ઈરાનના રહેવાસી છે. આરોપીઓની પૂછપરછમાં પાકિસ્તાનના ષડયંત્ર અંગે મોટા ખુલાસા થયા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ડ્રગ્સની આટલી મોટી ખેપ પાછળ પાકિસ્તાનના સૌથી મોટા ડ્રગ્સ તસ્કર અને દાઉદ ઈબ્રાહિમના સાથીદાર હાજી સલીમનો હાથ છે.

આ પહેલીવાર નથી બન્યું કે જ્યારે એનસીબીના કોઈ કેસમાં પાકિસ્તાનનું નામ સામે આવ્યું હોય. આ અગાઉ પણ એનસીબીએ જે ઓપરેશન સમુદ્રગુપ્ત ચલાવ્યું હતું, તેમાં પણ દાઉદના નજીકના હાજી સલીમનું નામ સામે આવ્યું હતું.

દાઉદના સાગરિતોએ રચ્યું હતું ષડયંત્ર

NCB ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, 'પૂછપરછમાં પાકિસ્તાની નાગરિક મોહમ્મદ ચરીજૈ જણાવ્યું છે કે, ડ્રગ્સની આટલી મોટી ખેપ હાજી મોહમ્મદના કહેવા પર તેઓ ભારત લઈને આવ્યા હતા. દાઉદના નજીકના હાજી સલીમ દર વખે નવા નામનો ઉપયોગ કરે છે. આ વખતે તેમણે પોતાનું નામ હાજી મોહમ્મદ રાખ્યું હતું. એટલું જ નહીં NCBએ જે ડ્રગ્સ ઝપી પાડ્યું છે, તેમાં પણ પાકિસ્તાનના ષડયંત્ર અંગે ખુલાસો થઈ રહ્યો છે.'

ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, 'આ પાંચ લોકો એક સાથે ઈરાનના ચાબાહાર પોર્ટથી નિકળ્યા હતા. આ પોર્ટથી તેઓ સીધા ભારત તરફ આવ્યા. પેકેજિંગ મટિરિયલ અને સપ્લાયરનું કનેક્શન પણ પાકિસ્તાન સાથે હોવાનું જણાય રહ્યું છે. આ લોકો બોટ દ્વારા સીધા ઈરાનથી ભારત તરફ આવી રહ્યા હતા.'

'પાકિસ્તાન ભારત વિરૂદ્ધ મોટું ષડયંત્ર રચી રહ્યું છે'

એનસીબીના ડીડીજી ઓપરેશન જ્ઞાનેશ્વર સિંહનું માનીએ તો પાકિસ્તાન સતત ભારત વિરૂદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહ્યું છે, કારણ કે ભારત ડ્રગ્સને લઈને એક ટ્રાન્ઝિટ  પોઈન્ટ પણ છે. આ સિવાય પાકિસ્તાન ડ્રગ્સને ભારતમાં મોકલીને યુવાનોને ખોખલા કરવાના સતત પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ એનસીબી દર વખતે પાકિસ્તાનના પ્રયાસ નિષ્ફળ બનાવી રહ્યું છે.

એનસીબીના ડીડીજીએ કહ્યું કે, 'જેટલા પણ પૈસા આવે છે, તે તમામ પૈસાનો ઉપયોગ ક્રિમિનલ નેટવર્કમાં ઉપયોગ કરવામાં આવે છે. ડ્રગ્સથી જે પૈસા આવે છે, પાકિસ્તાન તેનાથી આતંકી પ્રવૃત્તિઓ અને ફંડિંગ કરાઈ રહ્યું છે.. આ દેશ આપણા દેશને કમજોર અને ખોખલો કરવાનું ષડયંત્ર રચી રહ્યો છે, જેને અમે લોકો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.'

'હવાલા દ્વારા પહોંચાડવામાં આવ્યા પૈસા'

એનસીબીએ ડીડીજી ઓપરેશન જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે, 'તપાસમાં સામે આવ્યું છે કે ડ્રગ્સની આટલી મોટી ખેપ માટે હવાલા દ્વારા પૈસા પહોંચાડવામાં આવ્યા હતા, જેની તપાસ કરાઈ રહી છે. એટલું જ નહીં એનસીબી આરોપીઓની પાસે 1 સેટેલાઈટ ફોન અને 4 મોબાઈલ ફોન જપ્ત કરાયા છે. તેની પણ ફોરેન્સિક તપાસ કરાઈ રહી છે જેથી આ આખા નેટવર્કને જડમૂળથી ખતમ કરી શકાય.'


Google NewsGoogle News