એડનની ખાડીમાં ચાંચિયાઓનો ડ્રોન હુમલો, નૌસેનાએ નવ ભારતીય સહિત 22ને બચાવ્યા
ભારતીય નૌસેનાએ મધ્યરાત્રિએ આવેલા મદદના કોલ પર કાર્યવાહી કરી હતી
Image : Twitter |
INS Visakhapatnam : એડનની ખાડી (Gulf of Aden)માં થયેલા ડ્રોન હુમલાના મામલે ભારતીય નૌસેના (Indian Navy) પાસેથી મદદ માંગવામાં આવી હતી, નૌસેનાએ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે મધ્યરાત્રિની આસપાસ ઈમરજન્સી કોલ પર INS વિશાખાપટ્ટનમ (INS Visakhapatnam) પર તૈનાત અધિકારીઓએ જવાબી કાર્યવાહી કરી હતી.
વેપારી જહાજે ભારતીય નૌસેના પાસે મદદ માંગી હતી
ભારતીય નૌસેનાએ કહ્યું કે IANS વિશાખાપટ્ટનમ એડનની ખાડીમાં મિશન પર તૈનાત છે. બુધવારે રાત્રે લગભગ 11.11 વાગ્યે ચાંચિયાઓ દ્વારા ડ્રોન દ્વારા નિશાન બનાવીને હુમલો કરવાની માહિતી મળી હતી. માર્શલ આઇલેન્ડ ધ્વજવાળા આ વેપારી જહાજ એમવી જેન્કો પિકાર્ડી (MV Genco Picardy)એ ભારતીય નૌસેના પાસે મદદ માંગી હતી, જેમાં કાર્યવાહી કરીને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. નૌસેનાએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે INS વિસાખાપટ્ટનમ મિસાઈલને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
ક્રૂમાં નવ ભારતીયો સહિત 22 સભ્યો હતા
નૌસેનાએ કહ્યું કે એડનની ખાડીમાં ચાંચિયાઓ પર નજર રાખવા માટે તૈનાત INS વિશાખાપટ્ટનમ મિશન મોડમાં કામ કરે છે. એડનના અખાતમાં હુમલાના ખતરા સંબંધમાં આવેલા કોલ પર તરત જ જવાબ આપતા, નૌસેનાએ લગભગ એક કલાક પછી વેપારી જહાજને શોધી કાઢ્યું હતું અને રાત્રે લગભગ 12.30 વાગ્યે, આ વેપારી જહાજ- એમવી જેન્કો પિકાર્ડીને મદદ કરવામાં આવી હતી. નૌસેનાએ કહ્યું કે જહાજમાં કુલ 22 ક્રૂ મેમ્બર સવાર હતા, જેમાં નવ ભારતીયો પણ સામેલ હતા. હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો અને જહાજને ચાંચિયાઓથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યું હતું.