Get The App

ભારતીય નૌસેનાનું પરાક્રમ, હાઈજેક કરી ચૂકેલા ચાંચિયાઓના ચુંગાલથી વધુ એક જહાજ મુક્ત કરાવ્યું

નૌકાદળે શુક્રવારે સોમાલિયાના પૂર્વ કિનારે વધુ એક જહાજને હાઇજેક કરવાના ચાંચિયાઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
ભારતીય નૌસેનાનું પરાક્રમ, હાઈજેક કરી ચૂકેલા ચાંચિયાઓના ચુંગાલથી વધુ એક જહાજ મુક્ત કરાવ્યું 1 - image

image : Twi

tter



Indian Navy foils another piracy attempt along East coast of  Somalia| ભારતીય નૌસેનાએ ફરી એકવાર બહાદુરીનો પુરાવો આપ્યો છે. નૌકાદળે શુક્રવારે સોમાલિયાના પૂર્વ કિનારે વધુ એક જહાજને હાઇજેક કરવાના ચાંચિયાઓના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સાત લૂંટારુઓએ આ જહાજને કબજે કરી લીધો હતો અને તેના પર હાજર ક્રૂ મેમ્બર્સને બંધક બનાવી લીધા હતા. ભારતીય નૌકાદળને તેના માહિતી મળતાં જ તરત જ કાર્યવાહી કરી ચાંચિયાઓના ઈરાદાને નિષ્ફળ બનાવી દેવાયા હતા. 

કેટલાં લોકો હાજર હતા જહાજ પર? 

ભારતીય નૌકાદળે કુલ 19 લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા જેમાં મોટાભાગના ચાલકદળના સભ્યો હતા, જેમાં 11 ઈરાની અને 8 પાકિસ્તાની હતા. નૌકાદળે એક નિવેદનમાં જણાવ્યું કે 31 જાન્યુઆરીએ ઈરાનનું ફિશિંગ જહાજ એફવી ઓમરિલને હાઈજેક કરવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી. સાત ચાંચિયાઓ જહાજ પર ચઢી ગયા હતા અને તેમણે ક્રૂ મેમ્બર્સને બંધક બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું. 

પેટ્રોલિંગ કરતી ભારતીય નેવીને મળી હતી જાણકારી, પછી... 

તે સમયે ભારતીય નૌસેના આરપીએ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જેવી જ તેમને માહિતી મળી કે ભારતીય સૈન્યએ કાર્યવાહી કરી દીધી અને FV ઓમરિલને શોધી કાઢ્યું. ત્યારપછી INS શારદાને ચાંચિયાઓ સામે લડવા માટે એન્ટી-પાઇરેસી મિશન પર તૈનાત કરવામાં આવ્યું હતું. INS શારદાએ થોડી જ ક્ષણોમાં ઈરાની જહાજ FV Omaril ને અટકાવ્યું. જેના લીધે ચાંચિયાઓએ જહાજ પરથી ભાગી જવાની ફરજ પડી હતી. જહાજ પર ઈરાનનો ધ્વજ જોવા મળ્યો હતો.

11 ઈરાની અને 8 પાકિસ્તાની નાગરિકોને બચાવ્યાં

નેવીના જણાવ્યા અનુસાર આ જહાજ પર 11 ઈરાની અને 8 પાકિસ્તાની નાગરિકો હાજર હતા. તમામ ક્રૂ મેમ્બર હતા. ચાંચિયાઓનો સામનો કરવા માટે આ વિસ્તારમાં INS શારદા યુદ્ધ જહાજ તૈનાત કરવામાં આવ્યું છે, જે દરેક ક્ષણે આ વિસ્તાર પર નજર રાખે છે. 

અઠવાડિયામાં ચોથું ઓપરેશન

એક અઠવાડિયામાં નેવીનું આ ચોથું ઓપરેશન છે. આ પહેલા ભારતીય નેવીએ 19 પાકિસ્તાની ક્રૂને બચાવ્યા હતા. ભારતીય નૌસેનાએ શ્રીલંકા અને સેશેલ્સની નૌકાદળ સાથે મળીને આ સપ્તાહની શરૂઆતમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું. તે સમયે મોગાદિશુની પૂર્વમાં દરિયાઈ માર્ગમાં ચાંચિયાઓએ એક માછીમારી જહાજ પર હુમલો કર્યો હતો અને તેને હાઇજેક કરી લીધો હતો. આ પહેલા પણ 5 જાન્યુઆરીએ નેવીએ નોર્થ અરબી સમુદ્રમાં લાઈબેરિયન ફ્લેગવાળા જહાજ એમવી લીલા નોરફોકને હાઈજેક કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. તેના તમામ ક્રૂ મેમ્બરનો બચાવ થયો હતો.

ભારતીય નૌસેનાનું પરાક્રમ, હાઈજેક કરી ચૂકેલા ચાંચિયાઓના ચુંગાલથી વધુ એક જહાજ મુક્ત કરાવ્યું 2 - image


Google NewsGoogle News