કતારમાં સજા ભોગવી રહેલા 8 નેવી કર્મચારીઓની થશે વતન વાપસી! વિદેશ મંત્રાલયે કહી આ વાત
26 ઓક્ટોબરે કતાર કોર્ટે આ આઠ કર્ચચારીઓને ફાંસીની સજા સંભળાવી હતી
Indian Navy Officials in Qatar : કતારની જેલમાં બંધ ભારતીય નેવીના પૂર્વ કર્મચારીઓને ફાંસીની સજા સંભળામાં આવી હતી જેના પર તેમણે કોર્ટમાં આ સજાની વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે ભારત આ તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે પાછા લાવવા કામ કરી રહ્યું છે.
પૂર્વ નેવીના કર્મચારીઓએ સજા વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
કતારમાં ભારતીય નેવીના પૂર્વ કર્મચારીઓ જાસૂસી મામલે જેલમાં બંધ છે અને તેમને ફાંસીની સજા સંભળાવી છે જેના પર તેઓએ કોર્ટમાં સજા વિરુદ્ધ અરજી દાખલ કરી છે. આ અરજી પર કોર્ટે ત્રણ સુનાવણી કરી છે ત્યારે હવે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી (Arindam Bagchi)એ ગઈકાલે આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે ભારત સરકાર આ તમામ પૂર્વ કર્મચારીઓને સુરક્ષિત રીતે પરત લાવવા પર કામ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કતારના શાસકે 18મી ડિસેમ્બરે દેશના નેશનલ ડે પર ભારતીય નાગરિકો સહિત ઘણા કેદીયોની સજા માફ કરી છે પણ હજુ સુધી એ ઓળખ નથી થઈ કે કોની સજા માફ કરવામાં આવી છે. આ જ કારણ છે કે હજુ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે માફી મળવા પાત્રમાં ભારતીય નેવીના પૂર્વ કર્મચારીઓ સામેલ છે કે નહીં.
વિદેશ મંત્રાલયે શું કહ્યું?
ભારતીય નેવીના કર્મચારીઓના સવાલ આપતા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ભારતીય પાસે હાલ 18 ડિસેમ્બરે માફ કરેલા લોકો વિશેની કોઈ માહિતી નથી. વધુમાં ઉમેરતા કહ્યું કે અમારી પાસે ચોક્કસપણે એવા કોઈ સંકેત નથી કે સજા માફ કરેલા લોકોમાં આઠ કર્મચારીઓ પણ સામેલ હોય. હાલ કતારની અપીલ કોર્ટમાં ચાલી રહ્યો છે અને દોહામાં હાજર રહેલા રાજદૂતને આ તમામ કર્મચારીઓને મળવા માટે કોન્સ્યુલર એક્સેસ મળ્યું છે આ સિવાય હાલમાં મારી પાસે તમને કહેવા કઈ નથી.
ઓક્ટોબરમાં મોતની સજા મળી હતી
જે આઠ ભારતીય નેવીના કર્મચારીઓ કતાર કોર્ટમાં ફાંસીની સજાનો સામનો કરી રહ્યા છે, તેમાં એવા અધિકારીઓનો પણ સામેલ છે જેમણે ભારતીય નેવીમાં ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર સેવા આપી છે. 26 ઓક્ટોબરે કતાર કોર્ટે આ આઠ કર્મચારીઓને ફાંસીની સજા સંભળાવી હતી. આ કર્મચારીઓ પર જાસૂસીનો આરોપ છે.