VIDEO : મરીન કમાંડો માર્કોસે જહાજમાંથી 15 ભારતીયને સુરક્ષિત છોડાવ્યા, ચાંચિયાઓએ કર્યું હતું અપહરણ

ગુરુવારે સોમાલિયા પાસે જહાજનું અપહરણ કરાયું હતું, જહાજ પર લાઈબેરિયાનો ઝંડો

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
VIDEO : મરીન કમાંડો માર્કોસે જહાજમાંથી 15 ભારતીયને સુરક્ષિત છોડાવ્યા, ચાંચિયાઓએ કર્યું હતું અપહરણ 1 - image

મરીન કમાંડો માર્કોસે (Marine Commando Marcos) સોમાલિયા (Somalia) પાસે અપહરણ કરાયેલ જહાજ (Cargo Ship Hijack) માંથી 15 લોકોને સુરક્ષિત છોડાવ્યા છે. મળતા અહેવાલો મુજબ જહાજ પર મુસાફરી કરનારા ભારતીયો સુરક્ષિત છે અને માર્કોસનું ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ચાંચિયાઓએ ગુરુવારે સાંજે એમવી લીલા નૉરફૉલ્ક (MV Lila Norfolk) નામના જહાજનું અપહરણ કર્યું હતું. જહાજ પર લાઈબેરિયા (Liberia)નો ઝંડો હતો અને તેમાં કુલ 21 લોકો સવાર હતા. ભારતીય નૌકાદળ (Indian Navy)નું એરક્રાફ્ટ પણ જહાજ પર નજર રાખી રહ્યું છે.

કાર્ગો શિપમાં કુલ 21 લોકો હતા, તમામ સુરક્ષિત

ભારતીય નૌકાદળને ઉત્તર અરબી સમુદ્રમાં જહાજનું અપહરણ થયું હોવાના અહેવાલ મળતા તુરંત કાર્યવાહી કરી. કાર્ગો શિપ પર સવાર 15 ભારતીયો સહિત 21 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. માર્કોસે જહાજમાં તપાસ કરી ત્યારે એકપણ ચાંચિયો મળી આવ્યો નથી. દરિયાઈ લુંટારાઓએ જહાજનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. નૌકાદળે યુદ્ધ જહાજમાંથી શિપ છોડવાની કડક ચેતવણી આપતા ચાંચિયાઓ ત્યાંથી ભાગી ગયા હોવાની સંભાવના છે. INS ચેન્નાઈ એમવીની નજીક છે અને વીજળી ઉત્પાદન, એન્જિન શરૂ કરવું અને નજીકના બંદર સુધી સુરક્ષિ પહોંચાડવામાં મદદ કરશે.


Google NewsGoogle News