Get The App

ભારતીય નેવીની તાકાત વધશે! યુદ્ધ જહાજ 'ઇમ્ફાલ'નું આજે થયું અનાવરણ, જાણો ખાસિયત

કાર્યક્રમમાં હાજરી આપવા માટે મણિપુરના સીએમ એન બિરેન સિંહ દિલ્હી પહોંચ્યા

સીએમ બિરેન સિંહે દિલ્હીમાં નેવીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કરી મુલાકાત

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
ભારતીય નેવીની તાકાત વધશે! યુદ્ધ જહાજ 'ઇમ્ફાલ'નું આજે થયું અનાવરણ, જાણો ખાસિયત 1 - image


Indian naval warship in Imphal: વિશાખાપટ્ટનમ શ્રેણી એટલે કે 15B પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલ યુદ્ધ જહાજનું આજે નવી દિલ્હીમાં અનાવરણ કરવામાં આવશે. કાર્યક્રમમાં હાજરી આપવા માટે મણિપુરના સીએમ એન બિરેન સિંહ દિલ્હી પહોંચી ગયા છે. સીએમ બિરેન સિંહે દિલ્હીમાં નેવીના અધિકારીઓ અને નેવીના કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી. 

ઉત્તર-પૂર્વ ભારતના શહેરના નામ પરનું પહેલું યુદ્ધ જહાજ

INS ઈમ્ફાલ લાંબા અંતરની બ્રહ્મોસ મિસાઈલને ફાયર કરવામાં સક્ષમ છે. નેવીનું આ પહેલું યુદ્ધ જહાજ છે, જેનું નામ ઉત્તર-પૂર્વ ભારતના કોઈ શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. 16 એપ્રિલ 2019 ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આ નામને મંજૂરી આપવામાં આવી હતી. આ યુદ્ધ જહાજના તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ગયા છે અને તેને 23 ડિસેમ્બર 2023ના રોજ તેને નેવીમાં સામેલ કરવામાં આવશે. ક્રેસ્ટ ઓફ યાર્ડ (ઇમ્ફાલ) પ્રોજેક્ટ 15B ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર શ્રેણીનું ત્રીજું જહાજ છે. જેનું નિર્માણ મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે.

નેવીના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરોએ કર્યું છે ડીઝાઇન

આ યુદ્ધ જહાજને ભારતીય નેવીના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતમાં બનેલું આ જહાજ વિશ્વના આધુનિક યુદ્ધ જહાજોમાંનું એક છે. આ જહાજ MR SAM, બ્રહ્મોસ SSM, તારપીડો ટ્યુબ લોન્ચર્સ, એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ અને 76mm RI SRGM જેવા આધુનિક શસ્ત્રો અને મિસાઈલોથી સજ્જ છે.

ભારતીય નેવીની તાકાત વધશે! યુદ્ધ જહાજ 'ઇમ્ફાલ'નું આજે થયું અનાવરણ, જાણો ખાસિયત 2 - image


Google NewsGoogle News