ફટાફટ લાગશે સોલર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો માટે અલગથી મળશે કનેક્શન, કેન્દ્ર સરકારે નિયમમાં કર્યા ફેરફાર

Updated: Feb 23rd, 2024


Google NewsGoogle News
ફટાફટ લાગશે સોલર પેનલ, ઈલેક્ટ્રિક વાહનો માટે અલગથી મળશે કનેક્શન, કેન્દ્ર સરકારે નિયમમાં કર્યા ફેરફાર 1 - image


Electricity Connection Rules : કેન્દ્ર સરકારે વીજ ગ્રાહકો માટે નવા કનેક્શન લેવા અને છત પર લગાવાતી સોલર પેનલ માટે નિયમ સરળ બનાવ્યા છે. જે હેઠળ નવા વીજ કનેક્શન હવે મહાનગર વિસ્તારોમાં ત્રણ દિવસ, નગરપાલિકા વિસ્તારોમાં સાત દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 15 દિવસમાં મળશે. ત્યારે, ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે પણ કનેક્શન આપવાને મંજૂરી અપાઈ છે.

નિયમમાં ફેરફારને મંજૂરી

વીજ મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું છે કે, સરકારે આ સંબંધિત વીજ નિયમ, 2020માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. સંશોધન બાદ છત પર સૌર વીજળી એકમ લગાવવાની પ્રક્રિયા પણ સરળ થઈ ગઈ છે. સાથે જ તેમાં બહુમાળી ફ્લેટ્સમાં રહેતા ગ્રાહકોને પણ કનેક્શનના પ્રકાર પસંદ કરવાનો અધિકાર અપાયો છે. આ સિવાય આવાસ સોસાયટીમાં સામાન્ય વિસ્તારો અને બેક-અપ જનરેટર માટે અલગ-અલગ બિલિંગ નક્કી કરાયા છે. જેનાથી પારદર્શિતા વધશે.

નવા નિયમમાં ગ્રાહકોની ફરિયાદોના મામલે વીજ વપરાશની ખરાઈ માટે વિતરણ કંપનીઓ દ્વારા લગાવાયેલા મીટરોની તપાસની પણ જોગવાઈ કરાઈ છે.

સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ રવાને મંજૂરી

આ સંશોધને છત પર સોલર સિસ્ટમ ઈન્સ્ટોલ કરવાને પણ વધુ સરળ અને તે બનાવી દીધું છે. મંત્રાલયે કહ્યું કે, 10 કિલોવોટ સુધીની સોલર સિસ્ટમ માટે તકનીકી શક્યતા તપાસની જરૂરિયાત નહીં હોય. તેનાથી વધુ ક્ષમતાની સોલર સિસ્ટમ માટે તકનીકી તપાસની સમય મર્યાદા 20 દિવસથી ઘટાડીને 15 દિવસ કરી દેવાઈ છે. જો નક્કી સમયમાં તપાસ પૂર્ણ નથી થતી તો તેને માન્ય ગણાશે.

ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે કનેક્શન

નવા નિયમો હેઠળ ગ્રાહકો હવે પોતાના ઈલેક્ટ્રિક વાહનો (ઈવી)ને ચાર્જ કરવા માટે અલગથી વીજ કનેક્શન લઈ શકે છે. આ દેશના કાર્બન ઉત્સર્જનને ઓછું કરવા અને 2070 સુધી શુદ્ધ રીતે શૂન્ય કાર્બન ઉત્સર્જન સુધી પહોંચવાના લક્ષ્યને અનુરૂપ છે. સહકારી હાઉસિંગ સોસાયટી, બહુમાળી બિલ્ડિંગ્સ, આવાસ કોલોની સહિતમાં રહેતા લોકો પાસે હવે વિતરણ લાયન્સધારક પાસેથી અથવા તો તમામ માટે વ્યક્તિગત કનેક્શન અથવા આખા પરિસર માટે સિંગલ-પોઈન્ટ કનેક્શન પસંદ કરવાનો વિકલ્પ હશે.

આ સાથે જ મીટર રીડિંગ વાસ્તવિક વીજળી વપરાશના અનુરૂપ ન હોવાની ફરિયાદ થવા પર વિતરણ લાયન્સધારકોને હવે ફરિયાદ મળવાની તારીખથી પાંચ દિવસમાં એક વધુ મીટર લગાવવું પડશે. આ વધારાના મીટરનો ઉપયોગ રીડિંગની તપાસ માટે કરાશે.


Google NewsGoogle News