કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી DGCAના ડાયરેક્ટરને કર્યા સસ્પેન્ડ, ભ્રષ્ટાચાર મામલે થઈ કાર્યવાહી

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી DGCAના ડાયરેક્ટરને કર્યા સસ્પેન્ડ, ભ્રષ્ટાચાર મામલે થઈ કાર્યવાહી 1 - image

કેન્દ્ર સરકારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ડાયરેક્ટર કેપ્ટન અનિલ ગિલ સામે બુધવાર (22 નવેમ્બર)એ મોટી કાર્યવાહી કરી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે અનિલ ગિલને ભ્રષ્ટાચાર મામલે સસ્પેન્ડ કરી દેવાયા છે.

મંત્રાલયે કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કોઈપણ મામલે અમારી સરકારની ઝીરો ટોલરેન્સની નીતિ છે. મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે, એવા કોઈપણ કેસમાં કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, સરકારે એવા સમયે આ કાર્યવાહી કરી છે જ્યારે હાલમાં જ DGCAએ લાંચ લેવાના કેસમાં CBI અને EDને ટ્રાન્સફર કરવાની માંગ કરી હતી.


Google NewsGoogle News