Get The App

ડીપફેક લોકશાહી માટે ખતરો, 10 દિવસમાં સરકાર લાવશે નવો નિયમઃ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
ડીપફેક લોકશાહી માટે ખતરો, 10 દિવસમાં સરકાર લાવશે નવો નિયમઃ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ 1 - image

ડીપફેક દુનિયાભરમાં વધતી એક મોટી સમસ્યા બની ચૂક્યું છે, કારણ કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સની શક્તિ હવે ઈન્ટરનેટ યૂઝર માટે સરળતાથી ઉપલબ્ધ છે. ગત અઠવાડિયે વડાપ્રધાન મોદીએ આ સમસ્યા પર પોતાની સમસ્યા વ્યક્ત કરી અને તેમણે ગરબા ગાતા અને નૃત્ય કરતા પોતાનો એક ડીપફેક વીડિયો જોયો.

ભારત સરકાર હવે દેશમાં ડીપફેકથી લડવા માટે એક મહત્વની યોજના લાગૂ કરવાનો વિચાર કરી રહી છે. ભારતના IT મંત્રી અશ્વિની વૈષ્ણવનું કહેવું છે કે, આ પ્લાન આગામી 10 દિવસોમાં તૈયાર થઈ જશે.

ડીપફેક લોકશાહી માટે મોટો ખતરો

ભારત સરકારે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તાકાતનો સ્વીકાર કર્યો છે. દેશમાં ડીપફેકના વધતા કિસ્સાને જોતા ભારત સરકાર હવે આને લોકશાહી માટે ખતરો માની રહી છે. અધિકારી હવે આ મામલાને પ્રાથમિકતાના આધારથી સ્થિતિને લડવાની તૈયારી કરી રહ્યા છે.

મંત્રી વૈષ્ણવના અનુસાર, સરકાર પાસે આગામી 10 દિવસમાં ડીપફેકનો મુકાબલો કરવા માટે એક સ્પષ્ટ અને કાર્યવાહી યોગ્ય યોજના હશે. દેશમાં ડીપફેક પર એક યોજનાને અંતિમ રૂપ આપવા માટે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં વધુ એક બેઠક યોજાશે.

અશ્વિની વૈષ્ણવે કહી આ મોટી વાત

બેઠકને સંબોધિત કરતા ભારતના IT મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, સરકારે આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, AI કંપનીઓના મુખ્ય પ્રતિનિધિઓ અને AI ટેક્નોલોજી ક્ષેત્રમાં પ્રોફેસરો સાથે એક બેઠક કરી છે. બેઠકનો એજન્ડા તે નિયમોને જાણવાનો હતો જે તર્કહીન ડીપફેકને નિયંત્રિત કરવા માટે જરૂરી હશે. સરકાર આ મામલે ચાર મુખ્ય ઉદ્દેશ્યો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ડીપફેક અને ખોટી માહિતીની ઓળખ કરવી, આ પ્રસારને રોકવા, ડીપફેકને રિપોર્ટ કરવા માટે પ્લેટફોર્મ અને અંતમાં વિષય અંગે સાર્વજનિક જાગરુકતા પૈદા કરવી.

ભારતમાં ડીપફેકનું વધી રહ્યું છે ચલણ

મહત્વનું છે કે, ડીપફેકનો મુદ્દે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો ઈન્ટરનેટ પર સામે આવ્યો. જેણે સમગ્ર દેશમાં સુરક્ષાને લઈને અલર્ટ કર્યા.


Google NewsGoogle News