સરકારે ક્રૂડ-ડીઝલ એક્સપોર્ટ પર ઘટાડ્યો વિંડફૉલ ટેક્સ, સામાન્ય જનતાને નહીં મળે રાહત

કેન્દ્ર સરકારે મંગળવારના રોજ દેશમાં ઉત્પાદન થતાં કાચા તેલ પર વિંડફોલ ટેક્સ ઘટાડીને 9,050 રુપિયા પ્રતિ ટન કરી દેવામાં આવ્યો છે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
સરકારે ક્રૂડ-ડીઝલ એક્સપોર્ટ પર ઘટાડ્યો વિંડફૉલ ટેક્સ, સામાન્ય જનતાને નહીં મળે રાહત 1 - image
Image Envato

તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર

Indian Government has cut windfall tax:  કેન્દ્ર સરકારે મંગળવારના રોજ દેશમાં ઉત્પાદન થતાં કાચા તેલ પર વિંડફોલ ટેક્સ (windfall tax) ઘટાડીને 9,050 રુપિયા પ્રતિ ટન કરી દેવામાં આવ્યો છે. આ પહેલા 29 સપ્ટેમ્બરના રોજ  પુરી થતી સમીક્ષામાં દેશમાં ફ્રુડ પર અનઅપેક્ષિત વિંડફોલ ટેક્સ વધારીને 12,200 રુપિયા પ્રતિ ટન નક્કી કરવામાં આવ્યો હતો. 

ડીઝલ પર પણ ઘટાડવામાં આવ્યો વિંડફોલ ટેક્સ

આ સિવાય ડીઝલ (Diesel) ના નિકાસ પર વિંડફોલ ટેક્સ (Special Additional Excise Duty) (SAED)ઘટાડીને ચાર રુપિયા લીટર કરી દેવામાં આવ્યો છે, જે પાંચ રુપિયા પ્રતિ લીટર હતો. આ નવો દરે આજે એટલે કે, તા.18 ઓક્ટોબરથી લાગુ કરી દેવામાં આવ્યો છે, આ પહેલા 15 સપ્ટેમ્બરના રોજ સરકારે 6700 રુપિયા પ્રતિ ટનથી વધારીને 10,100 રુપિયા પ્રતિ લીટર કર્યો હતો. આજ રીતે વિમાનના ઈંઘણ એટીએફ (ATF) પર 2.5 રુપિયા પ્રતિ લીટરથી ઘટાડીને એક રુપિયો પ્રતિ લીટર કરી દેવામાં આવ્યો છે. પેટ્રોલ (Petrol) પર વિશેષ વધારાની એક્સાઈઝ ડ્યુટી પહેલાથી શુન્ય છે. 

આ પહેલાની સમીક્ષા દરમ્યાન કરવામાં આવેલી ખાસ વાત

આ પહેલા કરવામાં આવેલી સમીક્ષામાં સરકારે ડીઝલના નિકાસ પર વિંડફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય કરતાં કહ્યું હતું કે 5.50 રુપિયાથી ઘટાડીને 5 રુપિયા પ્રતિ લીટર સુધી પહોચાડવામાં આવી હતી. આ સિવાય એવિએશન ટરબાઈન ફ્યુલ (ATF) પર વિંડફોલ ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, અને આ 3.50 રુપિયાથી ઘટીને 2.50 રુપિયા સુધી પહોચી ગઈ હતી.

દેશમાં ક્યારે લગાવવામાં આવ્યો હતો વિંડફોલ ટેક્સ 

દેશમાં પહેલીવાર 1 જુલાઈ, 2022 ના રોજ આ પ્રેટ્રોલિયમ ઉત્પાદકો પર વિંડફોલ ટેક્સ લગાવવામાં આવ્યો હતો, તેના દ્વારા સરકારે તેલ કંપનિઓને થતા નફા પર નફો મેળવવાનો નિર્ણય કર્યો હતો. તેલ કંપનીઓને થઈ રહેલા નફા પર સરકાર વિંડફોલ ટેક્સ લગાવતી હતી. સ્થાનિક લેવલે નફો કમાવવા માટે ઓઇલ કંપનીઓ ભારતમાં તેલ વેચવાનું ટાળતી હતી, જેના પર લગામ લગાવવા માટે આ વિન્ડફોલ ટેક્સ લગાવવામાં આવે છે. વિંડફોલ ટેક્સની સમીક્ષા કરવા સામાન્ય રીતે સરકાર દર 15 દિવસે એકવાર બેઠક કરતી હોય છે. 

સરકારે ક્રૂડ-ડીઝલ એક્સપોર્ટ પર ઘટાડ્યો વિંડફૉલ ટેક્સ, સામાન્ય જનતાને નહીં મળે રાહત 2 - image


Google NewsGoogle News