Get The App

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય, CISFમાં ‘ઓલ વુમન બટાલિયન’ ફાળવવા મંજૂરી આપી

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
CISF All woman Batallion


CISF First Female Battalion : કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)માં મહિલા સૈનિકોની ભાગીદારી વધારવા કેન્દ્ર સરકારે એક હજારથી વધુ મહિલા સૈનિકો સાથે પ્રથમ ઓલ વુમન રિઝર્વ બટાલિયન તૈયાર કરવાની મંજૂરી આપી છે. નોંધનીય છે કે, ઍરપૉર્ટ અને અન્ય મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ પર ફરજ પરના CISF જવાનોની વધતી જતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બટાલિયનમાં 1025 મહિલા સૈનિકો હશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, રિઝર્વ બટાલિયનને પહેલેથી જ મંજૂર બે લાખ જવાનોમાંથી તૈયાર કરવામાં આવશે. આ રિઝર્વ બટાલિયનમાં 1025 મહિલા સૈનિકો હશે. જ્યારે તેનું નેતૃત્વ વરિષ્ઠ કમાન્ડન્ટ સ્તરના અધિકારી કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી મંજૂરી આપી છે. CISF પાસે હાલ 12 રિઝર્વ બટાલિયન છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્યારે પણ CISFને ચૂંટણી અથવા કોઈ નવી સંસ્થામાં સુરક્ષાની જવાબદારી મળે છે, ત્યારે રિઝર્વ બટાલિયનને તૈનાત કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ભારત અને ચીન વચ્ચે પેટ્રોલિંગનો પહેલો રાઉન્ડ પૂર્ણ, બંને દેશની સેનાઓ વચ્ચે બની છે સહમતિ

દેશના 68 ઍરપૉર્ટને સુરક્ષા આપશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, CISF દિલ્હી મેટ્રો, લાલ કિલ્લા અને તાજમહેલ સહિત દેશના 68 ઍરપૉર્ટની સુરક્ષા માટે જવાબદાર છે. આ સિવાય CISF પરમાણુ અને એરોસ્પેસ સંબંધિત સંસ્થાઓ તેમજ ઇન્ફોસિસની બેંગ્લોર અને પૂણેની ઑફિસ, જામનગરમાં રિલાયન્સની રિફાઇનરી જેવી ખાનગી ક્ષેત્રની સંસ્થાઓને પણ આતંકવાદ વિરોધી સુરક્ષા પૂરી પાડે છે. અહીં મોટી સંખ્યામાં મહિલા સૈનિકોની જરૂર છે. આ માટે સરકારને ઓલ વુમન રિઝર્વ બટાલિયન બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. 

જુલાઈમાં સંસદની સુરક્ષાની જવાબદારી મળી

જુલાઈમાં કેન્દ્ર સરકારે CISFને દેશની સંસદની સુરક્ષાની જવાબદારી સોંપી હતી. અગાઉ સંસદની સુરક્ષાની જવાબદારી CRPFની હતી. CISF એ અહીં 3,300થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. તેમની આગેવાની માટે 29 અધિકારીઓ પણ તૈનાત કરાયા છે. આ અધિકારીઓમાં એક ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ, એક સિનિયર કમાન્ડન્ટ, બે કમાન્ડન્ટ, સાત ડેપ્યુટી કમાન્ડન્ટ અને 18 આસિસ્ટન્ટ કમાન્ડન્ટનો સમાવેશ થાય છે. આમાંથી બે અધિકારીઓ ફાયર વિંગના છે.

આ પણ વાંચોઃ મણિપુરમાં CRPFની મોટી કાર્યવાહી, પોલીસ સ્ટેશન સળગાવવા આવેલા 10 કુકી ઉગ્રવાદીઓ ઠાર



Google NewsGoogle News