Get The App

દેશની એક IISc અને આઠ IITમાં બનશે રિસર્ચ પાર્ક, જાણો શું થશે ફાયદો

કરોડો રૂપિયાના ખર્ચે રિસર્ચ પાર્ક તૈયયાર કરવામાં આવી રહ્યા છે

રીસર્ચ પાર્કનો મુખ્ય ઉદ્દેશ ટોચના રેટિંગવાળા ઉદ્યોગો સાથે સંશોધનને મદદ કરવા માટે

Updated: Aug 9th, 2023


Google NewsGoogle News
દેશની એક IISc અને આઠ IITમાં બનશે રિસર્ચ પાર્ક, જાણો શું થશે ફાયદો 1 - image
Image  Social Media

તા. 9 ઓગસ્ટ 2023, બુધવાર 

ભારત સરકાર વિજ્ઞાન અને ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા માટે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc)માં રિસર્ચ પાર્ક શરૂ કરવા જઈ રહી છે. સરકારે IISc બેંગ્લોર અને આઠ IITs ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવાની મંજૂરી આપી છે.

આ 8 IIT માં રિસર્ચ પાર્ક હશે

ભારતીય વિજ્ઞાન સંસ્થાન (IISc) બેંગ્લોર સિવાય, 8 IIT માં રિસર્ચ પાર્ક સ્થાપવામાં આવશે. તેમાં IIT મદ્રાસ, IIT બોમ્બે, IIT ખડગપુર, IIT કાનપુર, IIT દિલ્હી, IIT ગુવાહાટી, IIT હૈદરાબાદ, IIT ગાંધીનગરનો સમાવેશ થાય છે. સરકારે કહ્યું કે IIT મદ્રાસ, IIT ખડગપુર અને IIT દિલ્હીમાં રિસર્ચ પાર્ક સ્થાપવાનું કામ ચાલી રહ્યું છે અને અન્ય પૂર્ણ થવાના અદ્યતન તબક્કામાં છે.

રિસર્ચ પાર્કથી શું ફાયદો થશે?

PIB દ્વારા આપવામાં આવેલ માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, 'આ રીસર્ચ પાર્કનો મુખ્ય ઉદ્દેશ ટોચના રેટિંગવાળા ઉદ્યોગો સાથે સંશોધન સહયોગ બનાવવાનો, વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા અને ઇન્ક્યુબેશનને સક્ષમ બનાવવા અને તેના માટે મજબૂત શૈક્ષણિક સંબંધો બનાવવાનો છે. આનાથી ઉદ્યોગ સુધી શૈક્ષણિક સામગ્રીની પહોંચ વધશે અને ઉદ્યોગમાં મૂલ્ય ઉમેરવામાં મદદ મળશે. રીસર્ચ પાર્કના વિવિધ ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે, તેઓ સામાન્ય રીતે દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવે છે.

કરોડો રૂપિયાના ખર્ચે રિસર્ચ પાર્ક તૈયયાર કરવામાં આવી રહ્યા છે

માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. સત્ય પાલ સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે   IIT મદ્રાસ રિસર્ચ પાર્ક, જે 43 R&D ક્લાયન્ટ્સ, 4 ઇન્ક્યુબેટર્સ, 55 સ્ટાર્ટઅપ્સ અને 5 સેન્ટર્સ ઑફ એક્સેલન્સ સાથે સંપૂર્ણ રીતે કાર્યરત છે. જેને 447.66 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે,  જેમાં સરકાર તરફથી 137 કરોડની ગ્રાન્ટ મળી છે. IIT ખડગપુર અને IIT બોમ્બે ખાતે સંશોધન પાર્ક 100 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યા છે, જેમાંથી IIT ખડગપુરને 100 કરોડ રૂપિયા અને IIT બોમ્બેને 33 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

IIT ગાંધીનગર રિસર્ચ પાર્ક માટે  રૂ. 90 કરોડનો ખર્ચેને મંજૂર કરવામાં આવ્યો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં નિર્માણાધીન IIT ગાંધીનગર રિસર્ચ પાર્કને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંપૂર્ણ ભંડોળ સાથે રૂ. 90 કરોડનો ખર્ચે મંજૂર કરવામાં આવ્યા છે, જેણે અત્યાર સુધીમાં રૂ. 40 કરોડની રકમ બહાર પાડી છે. બાકીના પાંચ નવા સંશોધન પાર્કને તાજેતરમાં રૂ. 75 કરોડના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી દરેકને રૂ. 5 કરોડની રકમ આપી દેવામાં આવી છે.


Google NewsGoogle News