Get The App

દેશની સુરક્ષાના હિતમાં સરકારની મોટી કાર્યવાહી, 28,000થી વધુ સોશિયલ મીડિયા URL બ્લોક કર્યા

Updated: Dec 4th, 2024


Google NewsGoogle News
દેશની સુરક્ષાના હિતમાં સરકારની મોટી કાર્યવાહી, 28,000થી વધુ સોશિયલ મીડિયા URL બ્લોક કર્યા 1 - image


Social Media URL Block : ભારત સરકારે 2024માં અત્યાર સુધીમાં 28,000થી વધુ સોશિયલ મીડિયા URL બ્લોક કર્યા છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને સરકારે આ નિર્ણય કર્યો છે. દૂર કરાયેલી મોટાભાગનું કન્ટેન્ટમાં ખાલિસ્તાન તરફી અલગતાવાદી ચળવળો, અભદ્ર ભાષા અને ભારતની સાર્વભૌમત્વને જોખમમાં મૂકતું કન્ટેન્ટ સામેલ હતું. આ કાર્યવાહી ભારતના ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ કરવામાં આવી હતી, જે સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા માટે જોખમ ઊભું કરતા કન્ટેન્ટને બ્લોક કરવાની સત્તા આપે છે.

ફેસબુક, યુટુબ, ઈન્સ્ટાગ્રામના URL બ્લોક કર્યા

બ્લોક કરવામાં આવેલા મોટાભાગના URL ફેસબુક અને એક્સ (પહેલા ટ્વીટર) પર હતા. આ બંને પ્લેટફોર્મમાં લગભગ 10,000થી વધુ URL હટાવાયાં. આ ઉપરાંત, યુટુબ, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર પણ અનેક એકાઉન્ટ અને URLને હટાવવામાં આવ્યાં. જેમાં ઈન્સ્ટાગ્રામાં બ્લોક કરવામાં આવેલા URLની સંખ્યામાં ઘણો વધારો થયો છે. જેમાં 2022માં 355 URL બ્લોક કર્યા હતા. જ્યારે 2024માં આ સંખ્યામાં વધારો થઈને 1000થી વધુ થઈ. જ્યારે વોટ્સએપના 138 એકાઉન્ટને બ્લોક કરવામાં આવ્યાં હતા. આ સાથે યુટુબના 540 અને ટેલીગ્રામના 225 URL બ્લોક કર્યા.

આ પણ વાંચો: ‘SEO પોઇઝનિંગ’થી સાવધાન! સ્કેમર્સ નવી ટેક્નિકથી બનાવે છે નિશાન, જાણો કેવી રીતે બચી શકાય

કાર્યવાહી કરવાનો મુખ્ય ઉદેશ શું?

ખાલિસ્તાન જનમતનો પ્રચાર, નકલી રોકાણ યોજનાઓ, નકલી ઓફરો અને આતંકવાદી સંગઠનો સાથે સંબંધિત પ્રવૃત્તિઓનો  સાથે સંકળાયેલા આ URL હોવાથી તેને બ્લોક કરવામાં આવ્યાં હતા. જેમાં ખાલિસ્તાન તરફી ગતિવિધિઓથી સંબંધિત 10,500 થી વધુ URL બ્લોક કરવામાં આવ્યા હતા. જ્યારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે સંબંધિત 2,100 થી વધુ URL પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ સિવાય સરકારે દેશવિરોધી અને જાહેર સુરક્ષા માટે ખતરાજનક મોબાઈલ એપ્લિકેશન સામે પણ કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો: ‘...તો ભારત-પાકિસ્તાન વચ્ચે થશે મુકાબલો’, પાડોશી દેશ સાથે બદલો લેવાની ટીમ ઈન્ડિયાને તક

URL બ્લોકના આંકડા

- ફેસબુક: 2022માં 1,743, 2023માં 6,074 અને 2024માં 3,159 (સપ્ટેમ્બર સુધીમાં).

- X (અગાઉ ટ્વિટર): 2022માં 3,417, 2023માં 3,772 અને 2024માં 2,950.

- YouTube: 2022 માં 809, 2023 માં 862 અને 2024 માં 540.

- Instagram: 2022 માં 355, 2023 માં 814 અને 2024 માં 1,029.

- ટેલિગ્રામ: કુલ 225 URL બ્લોક કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News