'50 ટકા ડિસ્કાઉન્ટ'ની ગેમ હવે નહીં ચાલે! કેન્દ્ર સરકારે 'Dark Patter'ના ઉપયોગ પર મૂક્યો પ્રતિબંધ, લાગશે દંડ

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
'50 ટકા ડિસ્કાઉન્ટ'ની ગેમ હવે નહીં ચાલે! કેન્દ્ર સરકારે 'Dark Patter'ના ઉપયોગ પર મૂક્યો પ્રતિબંધ, લાગશે દંડ 1 - image

કસ્ટમર્સને માર્કેટિંગના સ્કેમથી બચાવવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. જે હેઠળ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ પર Dark Patternના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. કસ્ટમર્સની પસંદગીને ભ્રમિત થતા બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે. આ સંબંધમાં 'Guidelines for prevention and regulation of dark patterns' નોટિફિકેશન જાહેર કરાઈ છે.

સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ 30 નવેમ્બરે આ નોટિફિકેશનને જાહેર કરી છે. આ ગેજેટ નોટિફિકેશન ગુડ્સ એન્ડ સર્વિસ વાળા તમામ પ્લેટફોર્મ્સ પર લાગૂ થશે. ત્યાં સુધી કે એડવરટાઈઝર અને સેલર પર પણ આ લાગૂ થાય છે. 

શું છે ડાર્ક પેટર્ન?

ડાર્ક પૈટર્નનો ઉપયોગ કરીને કંપનીઓ યૂઝર્સને કોઈ પ્રોડક્ટને ખરીદવા પર મજબૂર કરે છે. જેમાં ગુમરાહ કરનારા એડ્સ કે ખોટા ટ્રેડિંગ પ્રેક્ટિસ કે કન્ઝ્યૂમર્સ રાઈટ્સના ઉલ્લંઘનને સામેલ કરાયું છે. નિયમોના ઉલ્લંઘન પર કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ હેઠળ દંડ લગાવાશે.

કન્ઝ્યૂમર અફેર સેક્રેટરી રોહિત કુમાર સિંહે જણાવ્યું કે, ઉભરતા ડિજિટલ કોમર્સના દોરમાં ડાર્ક પેટર્નનો ઉપયોગ વધી રહ્યો છે. તેનો મતલબ પ્લેટફોર્મ્સ કન્ઝ્યૂમર્સને તેમની પસંદ અને વ્યવહારના આધાર પર ગુમરાહ કરવા માટે કરાય છે.

નોટિફિકેશન અનુસાર, કોઈ એવી પ્રેક્ટિસ કે યૂઝર ઈન્ટરફેસ વાળા ડિઝાઈન પૈટર્ન કે યૂઝર એક્સપીરિયન્સ ઈન્ટરેક્શન કે કોઈ પ્લેટફોર્મ, જે યૂઝરને ગુમરાહ કરવા કે ટ્રિક કરવા માટે ડિઝાઈન કરાઈ છે, ડાર્ક પેટર્ન છે.

કેવી રીતે ફંસાય છે કંપનીઓ?

સરળ ભાષામાં કહીએ તો ગ્રાહકોને લુભાવવા માટે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અનેક વખત મોટી-મોટી ઓફર્સ બતાવે છે. પરંતુ અસલ કહાની કંઈ બીજુ હોય છે. ઉદાહરણ માટે સેલમાં અનેક વખત કોઈ ફોનને 50 ટકા પર બતાવવામાં આવે છે. આ ડિસ્કાઉન્ડ બેનલ પર લખેલું હોય છે, પરંતુ ક્લિક કરવા પર ખબર પડે છે કે ફોન પોતાના MRPથી 50 ટકા પ્રાઈઝ પર મળી રહ્યું છે, જે બોક્સ પર પ્રિન્ટેડ પ્રાઈઝ હોય છે.

સાચી કિંમત MRPથી ઘણી ઓછી હોય છે. એટલું જ નહીં બેનર પર દેખાડેલા ડિસ્કાઉન્ટમાં બેન્ક ઓફર, એક્સચેન્જ ઓફર અને બીજા બેનિફિટ્સ સામેલ હોય છે. એટલે 500 રૂપિયાના ડિસ્કાઉન્ટને કંઈક આ રીતે દેખાડવામાં આવે છે, જેમ કે ફોનને અડધી કિંમત પર મળી રહ્યા હોય. તેને ડાર્ક પેટર્ન કહેવામાં આવે છે.



Google NewsGoogle News