Get The App

'ડિજિટલ એરેસ્ટ' સ્કેમ અટકાવવા કેન્દ્ર સરકાર એક્શનમાં, મોબાઇલ કંપનીઓને અપાયા નવા આદેશ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
'ડિજિટલ એરેસ્ટ' સ્કેમ અટકાવવા કેન્દ્ર સરકાર એક્શનમાં, મોબાઇલ કંપનીઓને અપાયા નવા આદેશ 1 - image


Digital Arrest Scame : ડિજિટલ એરેસ્ટની ચર્ચા હાલના દિવસોમાં ખૂબ ચાલી રહી છે. ડિજિટલ એરેસ્ટના નામ પર સ્કેમર્સ દરરોજ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી રહ્યા છે. નકલી પોલીસ અધિકારી બનીને પહેલા તો તેઓ કોલ કરે છે પછી મની લોન્ડ્રિંગ, પાર્સલમાં ડ્રગ્સ જેવા મામલે ડરાવે છે. ત્યારબાદ તેઓ લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને પૈસા પડાવી લે છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે ડિજિટલ એરેસ્ટ સ્કેમર્સ પર એક્શન લેવાના શરુ કરી દીધા છે.

સરકારી સંસદે તેને લઈને કેટલાક માહિતી આપી છે. પોલીસ અધિકારીઓ તરફથી આપવામાં આપેલા રિપોર્ટ અનુસાર, સ્કેમર્સના 6.69 લાખથી વધુ સિમ કાર્ડ અને 1,32,000 IMEI પર બ્લોક કર્યા છે.

આ પણ વાંચો : સાયબર ઠગોએ મહિલાને 15 લાખ પાછા આપ્યા, અને પછી જે થયું તે જાણી લોકો રહી ગયા દંગ

ગૃહમંત્રીએ સંસદમાં આપી માહિતી

ગૃહ રાજ્ય મંત્રી બંદી સંજય કુમારે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવામાં કહ્યું છે કે, ડિજિટલ અરેસ્ટ અને બીજા સાયબર ગુનાઓથી સારી રીતે લડવા માટે તંત્રને મજબૂત કરતાં કેન્દ્ર સરકારે પગલાં લીધા છે. ગૃહ મંત્રાલયે દેશમાં તમામ પ્રકારના સાયબર ગુનાઓથી લડવા માટે 'ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર'(I4C)ની સ્થાપના કરી છે. ફાયનાન્શિયલ ફ્રોડના તાત્કાલિક રિપોર્ટિંગ અને સાયબર ગુનેગારો દ્વારા નાણાંની હેરાફેરી રોકવા માટે I4C હેઠળ સિટિઝન ફાયનાન્શિયલ 'સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ'ની શરુઆત 2021માં કરી હતી.

મોબાઇલ કંપનીઓને અપાયેલા આ નિર્દેશ

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, અત્યાર સુધી 9.94 લાખથી વધુ ફરિયાદોમાં 3,431 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય રકમ બચાવવામાં આવી છે. સરકાર અને ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર્સે નકલી ભારતીય નંબરથી આવનારા ઇન્ટરનેશનલ કોલની ઓળખ કરવા અને તેને બ્લોક કરવા માટે એક સિસ્ટમ તૈયાર કરી છે. હાલમાં જ નકલી ડિજિટલ એરેસ્ટ, ફેડએક્સ સ્કેમ, સરકારી અને પોલીસ અધિકારીઓ બનીને કોલ કરવા સહિતના કિસ્સાઓમાં સાયબર ગુનેગારો દ્વારા ઇન્ટરનેશનલ નકલી કોલ કરવામાં આવે છે.

આ પણ વાંચો : 11 મહિનામાં એરલાઇન્સને બોમ્બની 994 ખોટી ધમકીઓ મળી

I4C શું છે?

ટેલિકોમ્યુનિકેશન સર્વિસ પ્રોવાઇડર્સને આ પ્રકારના આવતા ઇન્ટરનેશનલ કોલને બ્લોક કરવાના નિર્દેશ પણ અપાયા છે. I4Cમાં એક સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC) સ્થાપિત કરાયું છે. જ્યાં મુખ્ય બૅંકો, નાણાકીય સંસ્થા, ચૂકવણી એગ્રીગેટર્સ, ટીએસપી, આઈટી મધ્યસ્થો અને રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની કાયદા અમલીકરણ એજન્સીઓના પ્રતિનિધિ સાયબર ગુનાઓથી લડવા માટે તાત્કાલિક કાર્યવાહી અને સહયોગ માટે મળીને કામ કરી રહ્યા છે.

બૅંકો અને નાણાકીય સંસ્થાઓના સહયોગથી I4Cએ સાયબર ગુનેગારોની ઓળખ કરવા માટે એક શંકાસ્પદ રજિસ્ટ્રી પણ શરુ કરી છે. સરકારે 'રિપોર્ટ ઍન્ડ ચેક સસ્પેક્ટ' નામથી એક નવું ફીચર પણ શરુ કર્યું છે. જે નાગરિકોને 'સસ્પેક્ટ સર્ચ' દ્વારા સાયબર ગુનેગારોની ઓળખ કરનારાઓના I4Cના સંગ્રહને શોધવાનો વિકલ્પ આપે છે.


Google NewsGoogle News