‘તાત્કાલિક લેબનોન છોડી દો’, ભારતીય દૂતાવાસની એડવાઈઝરી જાહેર, જાણો શું છે મામલો
Indian Embassys Advisory : ઈઝરાયલે ઈરાનની રાજધાની તેહરાનમાં મોટી એરસ્ટ્રાઇક કરીને હમાસના ટોચના કમાન્ડર ઈસ્માઈલ હાનિયાને ફૂંકી માર્યા બાદ ઇઝરાયેલે વિશ્વભરમાં પોતાના રાજકીય મિશોની સુરક્ષા વધારી દીધી છે. બન્ને દેશના ટકરાવ વચ્ચે અન્ય દેશ માટે પણ ચિંતા વધારી દીધી છે. લેબેનોનના પાટનગર બેરૂત સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને દેશ છોડવા કહ્યું છે.
લેબનોનની યાત્રા ન કરવા સલાહ
ભારત સિવાય કેટલાક અન્ય દેશોએ પણ પોતાના નાગરિકોને લેબેનોનની યાત્રા ના કરવાની સલાહ આપી છે. સાથે જ પોતાના નાગરિકોને લેબેનોન છોડવા કહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ પણ પોતાના નાગરિકોને લેબેનોનનો પ્રવાસ ના કરવા અને જલદી ત્યાંથી બહાર નીકળવાની સલાહ આપી છે.
ભારતીય નાગરિકોને બિન-જરૂરી પ્રવાસ ટાળવાની સલાહ
સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર એક પોસ્ટ સામે આવી છે, જેમાં લખાયું છે કે, લેબનોનમાં તાજેતરના તણાવને ધ્યાને રાખી ભારતીય નાગરિકોને બિન-જરૂરી પ્રવાસ ટાળવાની સલાહ છે. લેબનોનમાં તમામ ભારતીય નાગરિકોને સાવચેત રહેવા અને પોતાની બિન-જરૂરી પ્રવૃત્તિ બંધ કરવાની સલાહ પણ છે. આ ઉપરાંત પોસ્ટમાં બેરૂત સ્થિત ભારતીય દૂતાવાસનો ઈમેલ આઈડી અને ઈમરજન્સી નંબર પણ અપાયો છે. તેમાં કહેવાયું છે કે, ભારતીય નાગરિકો ભારતીય દૂતાવાસના ઈમેઈ આઈડી cons.beirut@mea.gov.in અથવા ઈમરજન્સી નંબર 96176860128 દ્વારા સંપર્કમાં રહે.
આ પણ વાંચો : ઈઝરાયલે AIની મદદથી કર્યું આતંકીનું એન્કાઉન્ટર, મોસાદનું ઈઝરાયલથી 1500 કિ.મી. દૂર ઓપરેશન
ઇઝરાયલે ચાર સૌથી મોટા દુશ્મનોને મારી નાખ્યા
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે (Israel) ત્રણ દિવસમાં તેના ચાર સૌથી મોટા દુશ્મનોને મારી નાખ્યા છે. મંગળવારે લેબનોનની (Lebanon) રાજધાની બેરૂત (Beirut)માં ફવાદ શુકર (Fouad Shukr)ની, બુધવારે તેહરાનમાં હમાસના કમાન્ડર વડા હાનિયા અને ગુરુવારે બેરૂતમાં ઈરાનના સુરક્ષા સલાહકાર મિલાદ બેદી (Milad Bedi)ની હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયલી સેનાએ પણ પુષ્ટિ કરી હતી કે ગયા મહિને તેના એક હુમલામાં મોહમ્મદ ડેઇફ પણ માર્યા ગયો હતો. ટોચના નેતાઓના મોત હમાસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેના એક દિવસ પહેલા જ તેહરાનમાં તેના રાજકીય વડાની હત્યા કરવામાં આવી અને હવે લશ્કરી વડાની પણ હત્યા કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે હમાસ પાસે હાલમાં રાજદ્વારી અને લશ્કરી સ્તરે કોઈ નેતૃત્વ કરનાર લીડર નથી.
આ પણ વાંચો : હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેઈફ પણ ઠાર, ઈઝરાયલે કરી જાહેરાત