'પ્રલય' બેલેસ્ટિક મિસાઈલોની ખરીદીને મંજૂરી, ચીન-પાકિસ્તાનની બોર્ડર પર કરાશે તૈનાત, જાણો તેની તાકાત

ચીનથી જોડાયેલ LAC અને પાકિસ્તાનથી જોડાયેલ LoC પર તૈનાત કરાશે

'પ્રલય' 150-500 કિલોમીટર વચ્ચે જમીનથી જમીન પર માર કરનારી મિસાઇલ

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
'પ્રલય' બેલેસ્ટિક મિસાઈલોની ખરીદીને મંજૂરી, ચીન-પાકિસ્તાનની બોર્ડર પર કરાશે તૈનાત, જાણો તેની તાકાત 1 - image

રશિયા-યૂક્રેન યુદ્ધથી દુનિયા કંઈ શીખી હોય કે નહીં પરંતુ ભારત હવે પોતાની સેનાને વધુ મજબૂત કરવામાં લાગ્યું છે. લાંબા અંતરની મારક ક્ષમતા વાળા હથિયારો પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. હાલમાં જ રક્ષા મંત્રાલયે સેનાની મારક ક્ષમતા વધારવા માટે મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે ભારતીય સેના માટે 'પ્રલય' બેલેસ્ટિક મિસાઈલોની એક રેજિમેન્ટની ખરીદીને મંજૂરી આપી દીધી છે. આને ચીનથી જોડાયેલ LAC અને પાકિસ્તાનથી જોડાયેલ LoC પર તૈનાત કરવામાં આવશે.

150-500 કિલોમીટર વચ્ચે લક્ષ્ય તબાહ કરવાની ક્ષમતા

રક્ષા અધિકારીઓના અનુસાર, આ ભારતીય સેના માટે એક મોટો નિર્ણય છે જે પ્રલય બેલિસ્ટિક મિસાઈલોની એક રેજિમેન્ટ હાંસલ કરવાના પ્રસ્તાવને હાલમાં જ રક્ષા અધિગ્રહણ પરિષદની બેઠકને મંજૂરી આપી દેવાઈ. આ 150-500 કિલોમીટર વચ્ચેના લક્ષ્યને તબાહ કરી શકે છે. જમીનથી જમીન પર માર કરનારી મિસાઇલ છે અને તે 500-1000 કિલોગ્રામનું ભાર વહન કરવા સક્ષમ છે. 

મિસાઈલોને પારંપરિક હથિયારોની સાથે તૈનાત કરશે

સેના આ મિસાઈલોને પારંપરિક હથિયારોની સાથે તૈનાત કરશે. સૂત્રોના અનુસાર, બેલેસ્ટિક મિસાઈલોની ખરીદીને દેશ માટે એક મોટો નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે, જેની નીતિ હવે વ્યૂહાત્મક ભૂમિકાઓમાં બેલેસ્ટિક મિસાઈલોના ઉપયોગને મંજૂરી અપાઈ છે. ચીન અને પાકિસ્તાન બંને પાસે બેલેસ્ટિક મિસાઈલો છે. પ્રલય ચીન અને પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઇલોનો સામનો કરવા સક્ષમ છે. આ મિસાઇલ અન્ય શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલોની સરખામણીમાં વધુ ઘાતક છે.

તેની મર્યાદાને ઘણી વધારી શકાય છે

રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત મિસાઈલોને વધુ વિકસિત કરાઈ રહી છે. જો સેનાઓ ઈચ્છે તો તેની મર્યાદા વધારી શકે છે. મિસાઈલ પ્રણાલી પર 2015ની આસપાસ કામ શરૂ થયું હતું. એવી ક્ષમતાને દિવંગત જનરલ બિપિન રાવતે પ્રોત્સાહન આપ્યું હતું.


Google NewsGoogle News