ભારતીય નાગરિકો વિઝા વગર ઈરાનની 15 દિવસની યાત્રા કરી શકશે, નિયમો બદલાયા
Iran visa: ઈરાને વિઝાની શરતોમાં ફેરફાર કરીને ભારતીય નાગરિકો માટે વિઝા સુવિધા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. એટલે કે,ભારતીય નાગરિકો હવે માત્ર પાસપોર્ટથી જ ઈરાન જઈ શકશે, પરંતુ આ સુવિધા માત્ર ઈરાન પ્રવાસ માટે જનારાઓને જ મળશે. ઈરાનની સરકારે ચોથી ફેબ્રુઆરી 2024થી ભારતના નાગરિકો માટે વિઝા-મુક્ત નીતિને મંજૂરી આપી છે.
વિઝા મુક્તિ આ શરતોનું પાલન કરવું પડશે
•સામાન્ય પાસપોર્ટ ધરાવતા લોકોને દર છ મહિનામાં એકવાર વિઝા વિના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે, વધુમાં વધુ 15 દિવસના રોકાઈ શકાશે. જો કે,15 દિવસથી અવધિ વધારી શકાતી નથી.
•વિઝા સમાપ્તિ ફક્ત તે વ્યક્તિઓને લાગુ પડે છે જેઓ પર્યટન હેતુઓ માટે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના પ્રદેશમાં પ્રવેશ કરે છે.
•જો ભારતીય નાગરિકો લાંબા સમય સુધી રહેવા માગતા હોય અથવા છ મહિનાના ફરી એન્ટી કરવા માંગતા હોય અથવા અન્ય પ્રકારના વિઝાની જરૂર હોય, તો તેઓએ ભારતમાં ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના સંબંધિત પ્રતિનિધિત્વ દ્વારા જરૂરી વિઝા મેળવવા જોઈએ.
•આ મંજૂરીમાં ઉલ્લેખિત વિઝા માફી ફક્ત ભારતીય નાગરિકોને જ લાગુ પડે છે જેઓ માત્ર હવાઈ મુસાફરી દ્વારા દેશમાં પ્રવેશ કરે છે.