Get The App

'ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો...' મોદી સરકારે જાહેર કરી કડક એડવાઈઝરી

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
'ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળજો...' મોદી સરકારે જાહેર કરી કડક એડવાઈઝરી 1 - image


Image: Facebook

Modi Government Advisory: ઈઝરાયલ હમાસ યુદ્ધનું કેન્દ્ર હાલ લેબનાન બની ચૂક્યુ છે. છેલ્લા થોડા દિવસોથી ઈઝરાયલે હિઝબુલ્લાહ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. લેબનાનમાં ઈઝરાયલે હિઝબુલ્લાહના હજારો ઠેકાણાને નિશાન બનાવ્યા છે. હિઝબુલ્લાહ પણ પીછે હઠ કરવાના ઈરાદામાં નથી.

ઈઝરાયલના સેના પ્રમુખ જનરલ હરજી હાલેવીએ કહ્યું છે કે હિઝબુલ્લાહના ઠેકાણાને નષ્ટ કરવા માટે હવાઈ હુમલા જારી રહેશે. જરૂર પડવા પર અમે સરહદ પાર જઈને જમીની કાર્યવાહી પણ કરીશું. અર્થ સ્પષ્ટ છે કે ઈઝરાયલની સેના લેબનાનની તરફ કૂચ કરવા માટે તૈયાર છે.

લેબનાનની યાત્રા કરવાથી ભારતીય બચે

આ દરમિયાન લેબનાનમાં બેરુત સ્થિત ભારતીય દૂતાવાસે બુધવારે એક એડવાઈઝરી જારી કરીને આગામી આદેશ સુધી ભારતીયોને લેબનાની યાત્રા ન કરવાની કડક સલાહ આપી છે. દૂતાવાસે પોતાની નોટિસમાં કહ્યું કે 1 ઓગસ્ટ 2024એ જારી કરવામાં આવેલી સલાહ અનુસાર ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી લેબનાનની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમણે લેબનાનમાં રહેતા ભારતીય નાગરિકોને ઝડપથી દેશ છોડવાની સલાહ આપી છે તથા લોકોને વધુ સાવધાની રાખવા તથા દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ પણ આપી છે.

લેબનાનમાં યુદ્ધ છેડાઈ શકે છે

સમગ્ર દુનિયાને ડર છે કે હવે લેબનાનમાં પણ યુદ્ધ છેડાઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ કહ્યું છે કે લેબનાનમાં યુદ્ધ છેડાઈ શકે છે. યુદ્ધ દરમિયાન તુર્કિયેએ યુદ્ધમાં લેબનાનની સાથે ઊભા રહેવાનું એલાન કર્યું છે. સ્થિતિની ગંભીરતાને જોતાં ભારતે લેબનાનમાં હાજર પોતાના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી હટવા માટે કહ્યું છે. આ દરમિયાન બુધવારે ઈઝરાયલના તાજા હવાઈ હુમલામાં લેબનાનમાં 51 લોકો માર્યા ગયા છે અને 223 ઈજાગ્રસ્ત થયા છે.

લેબનાનના નાગરિકોનું વિસ્થાપન થઈ રહ્યું છે

ઈઝરાયલી સરહદ નજીક વિસ્તારોથી લેબનાની નાગરિકોનું વિસ્થાપન ચાલુ છે. અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળોમાં શરણ ળઈ ચૂક્યા છે. યુદ્ધની આશંકા વચ્ચે ત્યાંથી લોકો પલાયન કરી રહ્યાં છે.


Google NewsGoogle News