Get The App

જાણો બજેટનું ગણિત : ક્યાંથી થાય છે આવક અને ક્યાં થાય છે ખર્ચ

પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજુ કરશે.

Updated: Jan 30th, 2023


Google NewsGoogle News
જાણો બજેટનું ગણિત : ક્યાંથી થાય છે આવક અને ક્યાં થાય છે ખર્ચ 1 - image


પહેલી ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજુ કરશે. મોદી સરકાર માટે આ બજેટ ખુબ જ મહત્વપૂર્ણ હશે, કારણ કે એપ્રિલ-મે 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા સરકારના છેલ્લુ પૂર્ણ બજેટ છે. બજેટ રજુ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે, જોકે ઘણા મહિનાઓ પહેલા જ બજેટની તૈયારી શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, સરકારને ક્યાંથી આવક થાય છે અને ક્યાં ખર્ચ થાય છે ?

બજેટ શું હોય છે ?

ભારતીય સંપૂર્ણ બંધારણમાં કોઈ જગ્યા પર  બજેટ શબ્દનો ઉલ્લેખ થયેલો નથી. ભારતના બંધારણમાં અનુચ્છે 112માં વાર્ષિક નાણાકિયપત્રક આ રીતનો ઉલ્લેખ થયેલો છે. બજેટએ સામાન્ય ભાષામાં 1 વર્ષનો નાણાકીય હિસાબ હોય છે. બજેટ રજૂ કરતા પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે, જેમાં સરકારની કમાણીનો અંદાજ લગાવ્યો હોય છે. બજેટમાં સરકાર પ્રત્યક્ષ કર, પરોક્ષ કર અને વિવિધ મંત્રાલયો દ્વારા કેટલી કમાણી કરશે તેનો અંદાજ લગાવે છે. આગામી વર્ષમાં સરકારના ખર્ચનો અંદાજ કેટલો આવશે તે પણ સર્વેમાં નક્કી કરાયું છે. સીધા શબ્દોમાં કહીએ તો બજેટમાં એક વર્ષમાં થનારી અંદાજીત મહેસૂલ (કમાણી) અને ખર્ચા (અંદાજીત વ્યય)ની વિગતો હોય છે. નાણામંત્રી પોતાના ભાષણમાં આ જ કમાણી અને ખર્ચની વિગતો રજુ કરે છે, જેને સામાન્ય બજેટ અથવા સંઘીય બજેટ કહેવામાં આવે છે. બજેટનો સમયગાળો એક વર્ષનો હોય છે.

બજેટમાં આવક અને  ખર્ચ

જાણો બજેટનું ગણિત : ક્યાંથી થાય છે આવક અને ક્યાં થાય છે ખર્ચ 2 - image

ભારતમાં બજેટ કોણ તૈયાર કરે છે?
ભારતમાં બજેટને તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. બજેટ બનાવવામાં નાણામંત્રાલય ઉપરાંત નીતિ આયોગ અને ખર્ચ સાથે જોડાયેલા મંત્રાલય સામેલ હોય છે. નાણાં મંત્રાલય જુદા જુદા મંત્રાલયની વિનંતી મુજબ ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. ત્યારબાદ બજેટ બનાવવાનું કામ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના બજેટ વિભાગ દ્વારા થાય છે.

બજેટ શબ્દ ક્યાંથી આવ્યો?
બજેટ શબ્દ ફ્રાન્સના બુઝેમાંથી આવ્યો છે, જેનો મતલબ ચામડાની બેગ છે. એવું માનવામાં આવે છે કે, સરકાર અને ઉદ્યોગપતિ પોતાની કમાણી અને ખર્ચના દસ્તાવેજને ચામડાની બેગમાં રાખે છે, તેથી નાણાંમંત્રી પણ પોતાના દસ્તાવેજને એક ચામડાની બેગમાં લઈને સંસદ પહોંચે છે. બ્રિટનમાં આ શબ્દનો ઉપયોગ થતો રહ્યો છે, જે ભારત સુધી પહોંચી ગયો.

ભારતમાં બજેટ કોણ તૈયાર કરે છે?
ભારતમાં બજેટને તૈયાર કરવાની પ્રક્રિયા ઘણી જટિલ છે. બજેટ બનાવવામાં નાણામંત્રાલય ઉપરાંત નીતિ આયોગ અને ખર્ચ સાથે જોડાયેલા મંત્રાલય સામેલ હોય છે. નાણાં મંત્રાલય જુદા જુદા મંત્રાલયની વિનંતી મુજબ ખર્ચનો પ્રસ્તાવ તૈયાર કરે છે. ત્યારબાદ બજેટ બનાવવાનું કામ નાણાં મંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગના બજેટ વિભાગ દ્વારા થાય છે.

બજેટના પ્રકાર 

  • સામાન્ય બજેટ 
  • પ્રદર્શન બજેટ 
  • શૂન્ય આધારિત બજેટ 
  • પરિણામ બજેટ 
  • લૈંગિક બજેટ 

જાણો બજેટનું ગણિત : ક્યાંથી થાય છે આવક અને ક્યાં થાય છે ખર્ચ 3 - image



Google NewsGoogle News